SAMSUNG ટૂંક સમયમાં લોન્ચ કરશે Galaxy M30s અને Galaxy A30s, જાણો ફીચર્સ
લીક રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોનમાં 48 મિગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આ નવા એક્સીનોસ પ્રોસેસરથી લેસ છે, જે અત્યાર સુધી લોન્ચ કરાયેલી ગેલેક્સી ડિવાઇઝમાં નહતું.
Trending Photos
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગે M Series સિરીઝના ઘણા સ્માર્ટફોન અત્યાર સુધી લોન્ચ કર્યાં છે. જાણકારી પ્રમાણે, હવે કંપની Samsung Galaxy M30s લોન્ચ કરશે. ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ પ્રમાણે, આગામી મહિને આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. હાલમાં કિંમતને લઈને કોઈ પ્રકારની જાણકારી નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે Galaxy M સિરીઝ સ્માર્ટફોન એક બજેટ ફોન છે, તેથી તેની કિંમત 20000ની આસપાસ હોઈ શકે છે.
લીક રિપોર્ટ્ પ્રમાણે, આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આ નવા એક્સીનોસ પ્રોસેસરથી લેસ છે, જે અત્યાર સુધી લોન્ચ કરાયેલી ગેલેક્સી ડિવાઇસમાં નહતું. મહત્વનું છે કે એ રેન્જમાં કંપનીનો મુકાબલો Xiaomi K20 Pro, Mi A3 અને Realme 5 Pro સાથે થશે. આ તમામ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે. આ સ્માર્ટફોનમાં પાવરફુલ બેટરી હશે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
સેમસંગે આ પહેલા Galaxy A30sને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો. સૂત્રોના હવાલાથી ખબર છે કે આ સ્માર્ટફોનને પણ ઝડપથી ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. ગ્લોબલ માર્કેટમાં તેની કિંમત 22000ની નજીક છે. તેમાં 4જીબીની રેમ લાગેલી છે અને ઇન્ટરનલ સ્ટોરેજ 128 જીબી છે. સ્ક્રીન 6.4 ઇંચ છે. આ ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ફીચર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો 25MP+8MP+5MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી કેમેા 16 મેગાપિક્સલનો છે. તેની બેટરી 4000 mAhની છે જે 15Wને સપોર્ટ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે