App થી ટ્રેડિંગ કરનારા સાવધાન, ભૂલમાં પણ ન કરો આ 5 ભૂલ, બાકી ડૂબી જશે પૈસા

Trading App: સ્માર્ટફોનથી ટ્રેડિંગ કરતા લોકોએ કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ બાકી તેના પૈસા બરબાદ થઈ શકે છે. જો તમે એપના માધ્યમથી ટ્રેડિંગ કરો છો કે કરવાની તૈયારીમાં છો તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ.
 

App થી ટ્રેડિંગ કરનારા સાવધાન, ભૂલમાં પણ ન કરો આ 5 ભૂલ, બાકી ડૂબી જશે પૈસા

Trading App: સ્માર્ટફોનથી એપ દ્વારા ટેડિંગ કરવું આજના સમયમાં ટ્રેન્ડ બની ગયો છે. આજકાલ દરેક લોકો ટ્રેડિંગ કરી રહ્યાં છે. પરંતુ સ્માર્ટફોનથી ટ્રેડિંગ કરતા લોકોએ કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ, બાકી તેના પૈસા ડૂબી શકે છે. જો તમે પણ એપના માધ્યમથી ટ્રેડિંગ કરો છે કે પછી કરવાની તૈયારીમાં છો તો અમે આજે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ જે તમારે હંમેશા ફોલો કરવી જોઈએ.

1. જો તમે સ્માર્ટફોનથી ટ્રેડિંગ કરી રહ્યાં છો તો તે વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમે સારા ઈન્ટરનેટ કનેક્શનની સાથે એપ્લીકેશના માધ્યમથી શેર માર્કેટમાં પૈસા લગાવો. હકીકતમાં આ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે શેર માર્કેટમાં પૈસા લગાવતા સમયે જો તમારૂ ઈન્ટરનેટ કનેક્શન ગાયબ થઈ જાય તો તમારા પૈસા ડૂબી શકે છે કારણ કે તમને પોઝીશન જ ખબર પડશે નહીં એટલે તમારા પૈસા ડૂબી શકે છે. તેવામાં તમારે પ્રયાસ કરવો જોઈએ કે હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરો.

2. હવે તમે વિચારી રહ્યાં હશો કે આખરે ટ્રેડિંગ કરવા માટે સ્માર્ટફોનના સ્ટોરેજને કેમ ક્લિયર રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે સ્ટોરેજ જો ફુલ રહેશે તો તમારો સ્માર્ટફોન ઓવરહીટ કરશે અને તેના કારણે તેની સ્પીડ ઘટી શકે છે અને ફોન હેંગ થઈ શકે છે. તેવામાં તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે ફોનમાંથી ટ્રેડિંગ કરી રહ્યાં છો તે ફોનનું સ્ટોરેજ ક્લિયર હોય.

3. જો તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શેર માર્કેટમાં પૈસા લગાવી રહ્યાં છો તો તમે હંમેશા એક ફુલ ચાર્જ પાવર બેન્ક રાખો. આ એટલા માટે જરૂરી છે કે જો બેટરી અચાનક ખતમ થઈ જાય તો પૈા ડૂબી શકે છે કારણ કે ગણતરીના સમયમાં શેર માર્કેટ ઉપર કે નીચે આવી શકે છે. તેવામાં જો શેરના ભાવ ઘટે તો તમને નુકસાન થઈ શકે છે. 

4. જે સમયે તમે તમારા સ્માર્ટફોન પર ટ્રેડિંગ કરી રહ્યાં છો તો આ દરમિયાન તમારે ફોનમાં અન્ય કોઈ ટેબ ન ખોલવી જોઈએ. હકીકતમાં આ કરવાથી ફોન હેંગ થઈ શકે છે અને તમને ટ્રેડ કરવામાં સમસ્યા આવી શકે છે.

5. જો તમારો સ્માર્ટફોન અપડેટ નથી અને તમે અપડેટ કર્યા વગર ટ્રેડિંગ કરી રહ્યાં છો તો આ ભૂલ ન કરવી જોઈએ. તેનાથી તમારો ફોન અચાનક હેંગ થઈ શકે છે કે પાવર ઓફ થઈ શકે છે, જેનાથી ટ્રેડિંગમાં નુકસાન સહન કરવું પડી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news