Truecaller Launches App: મહિલાઓની સુરક્ષા માટે આવી ગઈ આ ખાસ એપ્લીકેશન, આ રીતે કરશે મહિલાઓની સુરક્ષા

તમે TRUECALLER એપ્લીકેશન વિશે તો જાણતા હશોને. હા આ એજ એપ્લીકેશન છે જેનાથી કોલર ID એટલે કે કોલ કરનાર વ્યક્તિનું નામ દર્શાય છે. આ સ્વીડનની કંપનીએ હવે નવી એપ લોન્ચ કરી છે. જેનું નામ છે GUARDIAN. આવો જાણીએ આ એપ વિશે સમગ્ર માહિતી.

Truecaller Launches App: મહિલાઓની સુરક્ષા માટે આવી ગઈ આ ખાસ એપ્લીકેશન, આ રીતે કરશે મહિલાઓની સુરક્ષા

ઝી બ્યૂરો, અમદાવાદઃ TRUECALLER મુજબ આ એપ્લીકેશનને 15 મહિનામાં સ્કોકહોમ અને ભારતની ટીમે મળીને બનાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ એપ્લીકેશન મહિલા સુરક્ષાને લઈ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. TRUECALLERના કો-ફાઉન્ડર અને CEO એલેન મામેદીએ કહ્યું છે કે પર્સનલ સેફ્ટી અને લોકેશન શેરિંગના અનેક એપ્લીકેશન માર્કેટમાં છે. પરંતુ આ એપ્લીકેશન્સમાં GUARDIAN એપ જેવી ખાસિયત નથી. શું છે આ એપ્લીકેશનના ખાસ ફિચર આવો જાણીએ.

May be an image of text that says 'h You arenow sharing your location and message yo Guardians journey Trigger Emergency sharing mode whenever needed watch our Guardians 50 Stop emergency sharing'

GUARDIAN એપ્લીકેશનની મદદથી ALWAYS SHARE લોકેશન સિલેક્ટ કરીને તમે આ એપ સાથે હંમેશા લોકેશન શેર કરી શકો છો. જ્યારે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યાં છો ત્યારે જ લોકેશન શેર કરવાનું ઓપશન પણ આ એપમાં મળી રહ્યું છે. ઈમરજન્સી પડવાના કિસ્સામાં પણ લોકેશન શેરિંગનું ઓપશન મળે છે. લોકેશન શેરિંગ સાથે તમારા મોબાઈલની બેટરી અને નેટવર્કનું સ્ટેટસ પણ તમારા મિત્રને મોકલી શકો છો. જેથી તેઓ સમજી શકે કે ફોન ક્યાં સુધી ચાલશે. આ સિવાય કંપની આગામી સમયમાં ઈમરજન્સીના સ્થાને લોકલ ઓછોરિટીને સાવચેત કરવાનું પણ કામ કરશે.

જો તમે ટ્રુકોલરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તે IDની મદદથી જ GUARDIAN એપ્લીકેશનમાં લોગ ઈન કરી શકશો. જો તમે ટ્રુકોલરનો ઉપયોગ નતી કરી રહ્યાં તો તમે તમારા મોબાઈલ નંબરથી વેરિફિકેશન બાદ લોગ ઈન કરી શકો છો. મિસ્ડ કોલ આપીને પણ તમે OTP મેળવી શકો છો. આ એપ્લીકેશનને યુઝ કરવા માટે તમારે ફોનનું લોકેશન, કોન્ટેક્ટસ અને ફોનની પરમિશન આપવી પડશે. આ એપ્લીકેશનનો યુઝર ઈન્ટરફેસ બહું સરળ છે. ગાર્ડિયન લીસ્ટમાં તમે ઈચ્છો તેટલા લોકો સાથે લોકેશન શેર કરી શકો છો. તેમજ જ્યારે ઈચ્છો ત્યારે લોકેશન શેર કરવાનું બંધ પણ કરી શકો છો.

કંપનીએ કહ્યું છે કે ભલે તમે લોકેશન શેર કરી રહ્યા છો, પરંતુ આ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. કંપનીએ એ પણ દાવો કર્યો છે કે આ એપ્લીકેશનથી સ્માર્ટફોનની બેટરી બહું યુઝ નહીં થાય. આ એપ્લીકેશનમાં એક ઈમરજન્સી બટન પણ આપવામાં આવ્યું છે, જેને ટેપ કરીને તમે ગાર્ડિયન્સને નોટિફાઈ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news