Union Budget 2022: 5G સર્વિસની જલદી થશે શરૂઆત, ગામડા સુધી પહોંચશે ઓપ્ટિકલ ફાઇબર
આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વાર્ષિક બજેટ રજૂ કરી દીધું છે. દેશમાં 5જી સેવાઓ અને 5G સ્પેક્ટ્રમની હરાજી પર પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Budget Live Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 2022-2023 નું બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન તેમણે દેશમાં 5G અને ઓપ્ટિકલ ફાઇબર સેવાઓને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2022-2023 માં 5G મોબાઇલ સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજી થશે. ત્યારબાદ ખાનગી દૂરસંચાર કંપનીઓ દેશમાં 5G સેવાઓની શરૂઆત કરી શકશે. 5G સર્વિસ શરૂ થયા બાદ યૂઝર્સ પોતાના 5G સ્માર્ટફોનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. સાથે 5G આવવાથી દેશભરમાં ઈન્ટરનેટ યૂઝર્સને હાઈ-સ્પીડ નેટ સર્ફિંગ અને ફાસ્ટ વીડિયો સ્ટ્રીમિંગનો નવો અનુભવ મળશે.
2025 સુધી ગામડાઓમાં પહોંચશે ઓપ્ટિકલ ફાઇબર
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે વર્ષ 2025 સુધી દેશના તમામ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચી જશે. તમામ ગામોમાં નક્કી મર્યાદા સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવા માટે પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના માધ્યમથી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ઓપ્ટિકલ ફાઇર પહોંચવાથી ગ્રામીણ અને દેશના અંતરિયાળ વિસ્તારમાં સસ્તા બ્રોડબેન્ડ અને મોબાઇલ સેવા માટે રિસર્ચ અને ડેપલોપમેન્ટને પ્રોત્સાહન મળશે. દેશના દરેક ગામ સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાનું લક્ષ્ય ભારત સરકારના ભારત નેટ પ્રોજેક્ટનો ભાગ છે.
5G સર્વિસને જલદી શરૂ કરવાની જવાબદારી આ કંપનીઓ પર
દેશમાં જલદી 5G સર્વિસ શરૂ કરવાની જવાબદારી હવે ટેલિકોમ કંપની- એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા પર હશે. નાણામંત્રીએ કહ્યું કે, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં સસ્તા દરે બ્રોડબેન્ડ અને મોબાઇલ સેવા પહોંચાડવા માટે Universal Service Obligation Fund ના 5 ટકા આપવામાં આવશે.
સૌથી પહેલાં આ શહેરોમાં શરૂ થઈ શકે છે 5G સર્વિસ
આ પહેલાં એક રિપોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે સૌથી પહેલાં 5જી સર્વિસ દેશના 13 શહેરોમાં શરૂ થઈ શકે છે. દૂરસંચાર વિભાગે નિવેદનમાં કહ્યું હતું કે એરટેલ, જિયો અને વોડાફોન-આઈડિયા સહિત ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે ગુરૂગ્રામ, બેંગલુરૂ, કોલકત્તા, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, જામનગર, અમદાવાદ, ચેન્નઈ, હૈદરાબાદ, લખનઉ, પુણે અને ગાંધીનગરમાં 5જી ટ્રાયલ સાઇટ સેટઅપ કરી છે. આ મહાનગરોમાં 2022થી સૌથી પહેલાં 5જી સેવા શરૂ થશે. વિભાગ પ્રમાણે ટેસ્ટિંગ પ્રોજેક્ટોમાં 224 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે