Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ, જાણો ફીચર્સ
Vayve Eva Solar Car Price Features Range Booking Delivery: વેવ મોબિલિટીએ ભારતમાં તેની સૌર ઊર્જા સંચાલિત EV 'Eva'ને રૂ. 3.25 લાખ (બેટરી સબસ્ક્રિપ્શન મોડલ સાથે)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. આ 3 સીટર કારને 'ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025'માં લોન્ચ કરવામાં આવી હતી. કંપની આવતા વર્ષે તેનું ઉત્પાદન શરૂ કરશે અને તેની ડિલિવરી 2026ના બીજા ભાગમાં શરૂ થશે.
Trending Photos
Vayve Eva Solar Car Price Features Range Booking : આ વર્ષે, ઓટો એક્સપો એટલે કે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ઘણી નવી કાર લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક ખૂબ જ ખાસ છે વેવ ઈવા, જે સોલર કાર છે અને તેની છત પર સ્થાપિત સોલર પેનલથી બેટરી ચાર્જ થાય છે. ભારતીય બજારમાં, તેને બેટરી સાથે રૂ. 3.99 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે અને માત્ર રૂ. 3.25 લાખની બેટરી સબસ્ક્રિપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની ડિલિવરી આવતા વર્ષથી શરૂ થશે.
Vayve Eva: વેરિએન્ટ અને કિંમત
વેવ ઈવાને 9kWh, 12.6kWh અને 18kWh બેટરી પેક ઓપ્શનની સાથે રજૂ કરવામાં આવી છે. તેના નોવા વેરિએન્ટની કિંમત 3.99 લાખ રૂપિયા, સ્ટેલા વેરિએન્ટની કિંમત 4.99 લાખ રૂપિયા અને વેગા વેરિએન્ટની કિંમત 5.99 લાખ રૂપિયા છે. વિકલ્પ તરીતે સોલર રૂફ પણ મળી રહ્યું છે. પહેલા 25000 ગ્રાહકોને વધારાના લાભ પણ મળશે, જેમ કે એક્સેન્ટેડેડ વોરંટી અને 3 વર્ષની ફ્રી કાર કનેક્ટિવિટી. ઈવાને મૂનસ્ટોન વાઇટ, લાઇટ પ્લેટિનિયમ, રોઝ કોરલ, સ્કાઈ બ્લૂ, શૈમ્પેન ગોલ્ડ અને ચેરી રેડ જેવા કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે.
Vayve Eva: બેટરી સબ્સક્રિપ્શનની પણ સુવિધા
જો તમે બેટરી ખરીદવા માંગતા નથી, તો તમે બેટરી સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો. આ કારની પ્રારંભિક કિંમત ઘટાડે છે. નોવા, સ્ટેલા અને વેગાના સબસ્ક્રિપ્શન મોડલની કિંમત અનુક્રમે રૂ. 3.25 લાખ, રૂ. 3.99 લાખ અને રૂ. 4.49 લાખ છે. આ વિકલ્પમાં તમારે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ચૂકવવા પડશે. દર મહિને અનુક્રમે ઓછામાં ઓછા 600 કિમી, 800 કિમી અને 1200 કિમી ડ્રાઇવ કરવું જોઈએ.
Vayve Eva: લુક અને ફીચર્સ
વેવ ઈવા એ એક નાની, બે-દરવાજાવાળી ક્વાડ્રિસાઈકલ જેવી ઈલેક્ટ્રિક કાર છે જે શહેરોમાં સરળતાથી ડ્રાઈવિંગ કરવા માટે બનાવવામાં આવી છે. તેનું વ્હીલબેઝ 2200 mm છે. તે 3060 મીમી લાંબુ, 1150 મીમી પહોળું અને 1590 મીમી ઉંચુ છે. તેમાં ત્રણ માટે બેઠક છે, એટલે કે ડ્રાઇવર માટે આગળની સીટ અને પાછળના ભાગમાં બે મુસાફરો માટે બેન્ચ છે. તેમાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, રિવર્સ પાર્કિંગ કેમેરા, ક્લાઈમેટ કંટ્રોલ, હિલ-હોલ્ડ આસિસ્ટ, વાહન ડાયગ્નોસ્ટિક્સ અને OTA અપડેટ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. તેના નાના 12-ઇંચ વ્હીલ્સ તેને ચુસ્ત જગ્યાઓમાં પણ સરળતાથી ફેરવવામાં મદદ કરે છે.
Vayve Eva: રેન્જ
વેવ ઈવીનું 18kWh બેટરી પેક વેરિએન્ટ એક વખત ચાર્જ કરવા પર 250 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તો 12kWh બેટરી 175 કિલોમીટરની રેન્જ આપે છે, જ્યારે 9kWh બેટરી 125 કિમીની રેન્જ આપે છે. એક ઓપ્શન સોલર રૂફ પેનલ પણ ઉપલબ્ધ છે, જે ડ્રાઈવિંગ રેન્જમાં 10 કિમી સુધી વધારો કરી શકે છે. કંપનીનું કહેવું છે કે સોલર પેનલથી વાર્ષિક 3000 કિમી સુધીની વધારાની રેન્જ મળી શકે છે. ઈવાની રનિંગ કોસ્ટ માત્ર 0.5 રૂપિયા પ્રતિ કિલોમીટર છે.
Vayve Eva: બુકિંગ અને ડિલીવરી
વેવ મોબિલિટીના કો-ફાઉન્ડર અને સીઈઓ નીલેશ બજાજનું કહેવું છે કે કંપની તેનું વાણિજ્યિક ઉત્પાદન આગામી વર્ષે શરૂ કરવા ઈચ્છે છે. કારની ડિલીવરી 2026ના બીજા છ મહિનામાં શરૂ થશે. જે ગ્રાહક આ કાર ખરીદવા ઈચ્છે છે તે પ્રી-બુકિંગ કરાવી શકે છે. આ શરૂઆતી 25000 ગ્રાહકો માટે શાનદાર તક છે, કારણ કે તેને 3.25 લાખ રૂપિયાની ખાસ કિંમત પર આ કાર મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે