Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ સુવિધા

વોડાફોન આઈડિયાએ પોતાના યુઝર્સ માટે સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત માત્ર 26 રૂપિયા છે. કંપની આ નવા પ્લાનથી એરટેલને સીધી ટક્કર આપશે. તમને જણાવી દઈએ કે એરટેલે આ પહેલા 26 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. 
 

Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ સુવિધા

નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની છે. વીઆઈ પાસે આ સમયે દેશભરમાં આશરે 21 કરોડ યુઝર્સ છે. યુઝર બેઝના મામલામાં વીઆઈ ભલે જિયો અને એરટેલથી પાછળ હોય પરંતુ કંપની પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી બંનેને ટક્કર આપે છે. જો તમારી પાસે વોડાફોન આઈડિયાનું સિમ છે તો આ સમાચાર તમારા માટે છે. કંપનીએ હવે યુઝર્સ માટે 26 રૂપિયાનો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં એરટેલ તરફથી મોબાઈલ યુઝર્સને રાહત આપતા 26 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે વીઆઈએ 26 રૂપિયાનો પ્લાન એરટેલને ટક્કર આપવા માટે લોન્ચ કર્યો છે. બંને કંપનીઓના પ્લાન લગભગ એક સમાન છે. આવો વીઆઈના આ પ્લાન વિશે તમને માહિતી આપીએ.

આ યુઝર્સની બલ્લે-બલ્લે
જો તમે વીઆઈના યુઝર છો અને વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો  તો તમને આ પ્લાન પસંદ આવવાનો છે. વીઆઈના 26 રૂપિયાનો પ્લાન એક ડેટા વાઉચર છે. જો તમારી ડેલી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તમે આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો.

વીઆઈ 26 રૂપિયાના પ્લાનમાં એક દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં કંપની યુઝર્સને એક દિવસ માટે 1.5 જીબી ડેટા ઓપર કરે છે. જો તમે આ પ્લાન લો તો તેમાં તમને કોઈ કોલિંગ કે એસએમએસની સુવિધા મળવાની નથી. 

આ વાતનું રાખો ધ્યાન
જો કોઈ જરૂરી કામ દરમિયાન તમારી ડેલી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તમે આ વીઆઈના નાના પ્લાનને લઈ તમારૂ કામ પૂરુ કરી શકો છો. પરંતુ આ માટે તમારા ફોનમાં કોઈ એક્ટિવ પ્લાન હોવો જરૂરી છે. જો તમારી પાસે કોઈ એક્ટિવ પ્લાન નહીં હોય તો તમને 26 રૂપિયાના પ્લાનનો ફાયદો મળશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news