Normal SIM VS e-SIM: નોર્મલ સિમ અને e-SIM માં શું ફર્ક હોય છે? જાણો બેમાંથી કયું છે સારું
Normal SIM VS e-SIM: સૌથી વધુ કંપનીઓ ઈ-સિમની જેમ શિફ્ટ થઈ રહી છે. ઘણા લોકો ઈ-સિમનો ઉપયોગ કરવામાં લાગ્યા છે તો જ્યારે, અમુક લોકો આ નામથી અજાણ છે. આવો તમને જણાવીએ કે બન્નેમાં શું ફર્ક હોય છે અને બન્નેમાંથી કયું સિમ સારું હોય છે.
Trending Photos
આજકાલ સ્માર્ટફોનમાં નોર્મલ સિમ કાર્ડની સાથે સાથે e-SIMનો ઓપ્શન પણ આવી ગયો છે. સૌથી વધુ કંપનીઓ ઈ-સીમ તરફ શિફ્ટ થઈ રહી છે. ઘણા લોકો ઈ-સીમનો ઉપયોગ કરવા લાગ્યા છે, જ્યારે અમુક લોકો હજું પણ આ ટેક્નોલોજીથી અજાણ છે. લોકોના મનમાં આ વાતને લઈને કન્ફ્યૂઝન રહે છે કે કયું સીમ સારું રહે છે. નોર્મલ સીમ અને e-SIM માંથી કયું સારું છે, આ જાણવા માટે આવો તમને બન્ને વિશે જણાવીએ...
નોર્મલ સિમ કાર્ડ
- ફિજિકલ સિમ કાર્ડ- નોર્મલ સિમ કાર્ડ એક નાનકડું ફિજિકલ કાર્ડ હોય છે જેણે તમે તમારા ફોનમાં લગાવી શકો છો.
- બદલવું સરળ- જો તમે સિમ બદલવા માંગતા હોય તો સરળતાથી તેણે ફોનમાંથી કાઢીને બીજું સિમ લગાવી શકો છો.
- તમામ ફોનમાં ઉપલબ્ધ: લગભગ તમામ સ્માર્ટફોનમાં નોર્મલ સિમ કાર્ડનો સ્લોટ હોય છે.
- નુકસાનનો ખતરો- નોર્મલ સિમ કાર્ડ ખોવાઈ શકે છે અથવા તો તૂટી શકે છે.
ઈ-સિમ (Electronic SIM)
- ડિજિટલ સિમ- ઈ-સિમ એક ડિજિટલ સિમ છે જે તમારા ફોનના સોફ્ટવેયરમાં હોય છે.
- ફિજિકલ કાર્ડ નહીં- તેમાં કોઈ ફિજિકલ કાર્ડ હોતું નથી, એટલા માટે ખોવા અથવા તો તૂટવાનો કોઈ ખતરો રહેતો નથી.
- બદલવું- ઈ-સિમને બદલવા માટે તમારે તમારા નેટવર્ક પ્રોવાઈડરનો સંપર્ક કરવાનો હોય છે.
- બધા ફોનમાં ઉપલબ્ધ નથી- અત્યારે તમામ ફોનમાં ઈ સિમનો સપોર્ટ નથી.
કયું સિમ છે યોગ્ય વિકલ્પ?
- કયુ સિમ યોગ્ય છે, તે તમાર જરૂરિયાતો પર નિર્ભર કરે છે.
- તમારે સિમ વારંવાર લેવું પડે છે- જો તમે ઘણીવાર નવું સિમ લો છો તો ઈ-સિમ તમારા માટે એક સારો ઓપ્શન હોઈ શકે છે કારણ કે તમારે સિમ કાર્ડ બદલવાની ઝંઝટ નહીં થાય.
- ફોનને ઘણીવાર બદલો છો- જો તમે તમારા ફોનને વારંવાર બદલો છો તો ઈ-સિમ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તમારે સિમ કાર્ડ કાઢીને નવા ફોનમાં લગાવવાની જરૂરિયાત નહીં રહે.
- સુરક્ષિત વિકલ્પ-ઈ-સિમ એક સુરક્ષિત ઓપ્શન હોય છે, કારણ કે તેમાં સિમ કાર્ડ તૂટવાનો કે ખોવાઈ જવાનો ખતરો રહેતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે