પેમેન્ટ સર્વિસ શરૂ કરતા પહેલા WhatsAppએ બદલી પ્રાઇવેસી પોલિસી
પેમેન્ટ સર્વિસ શરૂ કરતા પહેલા WhatsAppએ બદલી પ્રાઇવેસી પોલિસી
Trending Photos
નવી દિલ્હીઃ લાંબા સમયથી વોટ્સએપના પેમેન્ટ ફીચર વિશે સમાચાર આવી રહ્યાં છે. આ અંગે વોટ્સએપે જણાવ્યું કે, તેના પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તે સમયે વોટ્સએપ તરફથી જણાવવામાં આવ્યું કે, 10 લાખ લોકો પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે. હવે વોટ્સએપે જણાવ્યું કે પેમેન્ટ સર્વિસ શરૂ કરતા પહેલા સર્વિસ ટર્મ અને પ્રાઇવેસી પોલિસીમાં ફેરફાર કરી રહી છે. કંપનીનો ઈરાદો સેવાની શરતો અને પ્રાઇવેસી પોલિસીમાં પરસ્પર ચુકવણીની સુવિધાને સામેલ કરવાનો છે.
બેન્કો અને ભારત સરકારની સાથે મળીને કર્યું કામ
વોટ્એસના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે લોકોએ પેમેન્ટ ફીચર સાથે જોડાયેલી જાણકારી સરળ શબ્દોમાં આપવા માટે વોટ્સએપ પેમેન્ટ સર્વિસ અને પ્રાઇવેસી નીતિમાં ફેરફાર કરી રહ્યાં છીએ. બીટા વર્ઝન શરૂ કર્યા બાદ પરસ્પર ચુકવણી સેવાની ઝલક મળશે. પ્રવક્તાએ કહ્યું કે, કંપનીએ આ સેવાના સંચાલનના વિસ્તારની જાણકારી માટે ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (એનપીસીઆઈ)સ બેન્કો અને ભારત સરકારની સાથે મળીને કામ કર્યું છે.
ફેરફાર નીતિમાં વોટ્સએપે કહ્યું કે, ચુકવણી સેવાનો ઉપયોગ કરવા પર તે વધુ જાણકારી પણ સંગ્રહ કરી શકે છે. પ્રવક્તાએ જણાવ્યું, અમે પારસ્પરિકતા જેવી નવી સુવિધાઓ શરૂ કરી છે જે વોટ્સએપ ચુકવણીના યૂઝર્સ અને ભીમ યૂપીઆઈ એપના યૂઝર્સ સાથે જોડાયેલી જાણકારી માંગી શકે છે.
પરિવર્તિત નીતિમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ ત્યારે સૂચનાઓ જમા કરે છે જ્યારે તમે પૈસા મોકલો, મંગાવો કે વિનંતી કરો છો. આ સૂચનાઓમાં દિવસ, સમય અને લેણ-દેણનો રેફરન્સ નંબર સામેલ છે. આ સિવાય જ્યારે કોઈ પોતાનો વોટ્એપ કોન્ટેક્ટને ચુકવણી કરે છે ત્યારે કંપની મોકલનાર અને મેળવનારના નામ અને ભીમ યૂપીઆઈ આઈડી સંગ્રહ કરે છે. વોટ્સએપની ચુકવણી સેવાનું દેશમાં અત્યારે આશરે 10 લાખ લોકો પરીક્ષણ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે