બનાસકાંઠામાં પવન સાથે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી
બનાસકાંઠા જિલ્લામાં ફરીથી પડેલ ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલ દિવેલા,જીરું અને તમાકુ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે જેમાં કાંકરેજ તાલુકાના રતનગઢ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલ દિવેલા સહિતનો પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની જતાં ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે પાક નિષ્ફળ જતાં ખેડૂતોના માથે દેવું થઈ ગયું છે જો સરકાર કોઈ મદદ નહિ કરે અથવા વીમા કંપનીઓ નુકસાનીનું વળતર નહિ ચૂકવે તો ખેડૂતોને ખેતી છોડી આત્મહત્યા કરવાનો વારો આવશે..