ઓહ બાપ રે! ઝઘડા દરમિયાન બાલ્કનીની રેલિંગ તોડીને નીચે પડ્યુ કપલ, જાણો કયા કારણોસર થયો હતો ઝઘડો

વાયરલ થયેલા આ વીડિયોમાં દંપતી એકબીજા સાથે લડતા નજરે પડે છે. ત્યાર પછી જે થયુ તેને જોઈને યુઝર્સના હસી હસીને ગાલ દુઃખી ગયા. જાણકારી અનુસાર દંપતી ફોટોને લઈને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા.

ઓહ બાપ રે! ઝઘડા દરમિયાન બાલ્કનીની રેલિંગ તોડીને નીચે પડ્યુ કપલ, જાણો કયા કારણોસર થયો હતો ઝઘડો

Social Media Video Viral: મોટાભાગે સોશિયલ મીડિયા પર આપણને એવા વીડિયો જોવા મળી જાય છે જેને જોઈને આપણને હસવાની સાથે સાથે આશ્ચર્ય પણ થઈ જાય. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા. 

વાયરલ થયેલા આ વીડિયોમાં દંપતી એકબીજા સાથે લડતા નજરે પડે છે. ત્યાર પછી જે થયુ તેને જોઈને યુઝર્સના હસી હસીને ગાલ દુઃખી ગયા. જાણકારી અનુસાર દંપતી ફોટોને લઈને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. અચાનક ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે હાથ-ચાલાકી દરમિયાન કપલ બાલ્કનીની રેલિંગ તોડીને નીચે પટકાયા. 

— Wow Terrifying (@WowTerrifying) February 22, 2023

 

બાલ્કનીમાંથી પટકાયુ દંપતી

વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર @WowTerrifying નામનાં ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો. આ વીડિયો ઈમારતોનો વીડિયો બનાવતા સમયે કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યો. જાણકારી મુજબ વીડિયોમાં દેખાતુ કપલ સેન્ટ પીટર્સબર્ગમાં પોતાના ઘરનાં બીજા માળ ઉપરની બાલ્કની પર ફોટો લેવા માટે અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. જે દરમિયાન રેલિંગ સાથે અથડાતા રેલિંગ અચાનક તૂટીને નીચે પડી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news