ઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાન
ઈરાન પર ઈઝરાયેલના જવાબી હુમલ બાદ ભારત સરકાર તેના પર બાજ નજર રાખી રહી છે. જો કે તે બંને દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરશે કે આગળ તણાવ વધે છે કે નહીં.
Trending Photos
ઈરાન પર ઈઝરાયેલના જવાબી હુમલ બાદ ભારત સરકાર તેના પર બાજ નજર રાખી રહી છે. જો કે તે બંને દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરશે કે આગળ તણાવ વધે છે કે નહીં. ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો પણ હજુ સુધી તેની કાર્યવાહીનો દાયરો મર્યાદિત રહ્યો છે. કદાચ તેનો હેતુ આગળ વધવાનો જણાતો નથી. જ્યારે ઈરાને પણ એ વાતથી ઈન્કાર કર્યો છે કે ઈઝરાયેલી કાર્યવાહીમાં તેના કોઈ પણ મિલેટ્રી કે પરમાણુ ઠેકાણાને નુકસાન પહોંચ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ જો સ્થિતિ બગડે તો ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બંને દેશોમાં ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાનો રહેશે.
બહાર પાડેલી છે એડવાઈઝરી
અત્રે જણાવવાનું કે ભારતે અગાઉ એક એડવાઈઝરી બહાર પાડી હતી પરંતુ તે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી બંને દેશોની મુસાફરી ન કરવા અંગેની હતી. વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પણ સાવધાની વર્તવાનું અને પોતાની અવરજવરને પ્રતિબંધિત કરવાનો આગ્રહ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે પોતાના નાગરિકોને સૈન્ય બદલો અને આતંકવાદી હુમલાનું જોખમનો હવાલો આપતા ઈરાન અને ઈઝરાયેલ છોડવા માટે કહ્યું.
ભારતની નીતિ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એક સરકારી સૂત્રએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે 'તમામ વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે. પરંતુ હાલ વેઈટ એન્ડ વોચની નીતિ છે.' રાહતની વાત એ છે કે ઈઝરાયેલ અને ઈરાન બંનેઆગળ વધવા માટે વધુ ઉત્સુક જોવા મળી રહ્યા નથી. ઈરાને ઈઝરાયેલની કાર્યવાહીને વધુ મહત્વ આપ્યું નથી અને સંકેત આપ્યો કે તેનો જવાબ આપવાનો કોઈ પ્લાન નથી.
ઈરાની મીડિયા અને અધિકારીઓએ વિસ્ફોટો વિશે કહ્યું કે આ મધ્ય ઈરાનના ઈસ્ફહાન શહેરની ઉપર હવાઈ રક્ષા દ્વારા ત્રણ ડ્રોનોને તોડી પાડવાના કારણે થયા. તેમનું એ પણ કહેવું છે કે વિસ્ફોટોની સંખ્યા ખુબ ઓછી હતી. રોયટર્સના એક રિપોર્ટ મુજબ ઈઝરાયેલી મીડિયા અને અધિકારીઓએ આ ઘટનાને ઈઝરાયેલની જગ્યાએ 'ઘૂસણખોરો'ના હુમલા તરીકે દર્શાવ્યો, જેને જવાબ આપવાની જરૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે