US-ઈરાનના તણાવ વચ્ચે કેન્યામાં અમેરિકાના સૈન્ય ઠેકાણા પર આતંકી હુમલો
અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે હાલ જબરદસ્ત તણાવ ચાલી રહ્યો છે. યુદ્ધના કગારે પહોંચી ગયા છે. આ તણાવ વચ્ચે કેન્યા (Kenya) માં અમેરિકાના સૈન્ય પ્રતિષ્ઠાન પર આતંકી સંગઠન અલ શબાબે આજે સવારે હુમલો કર્યો હોવાના સમાચાર છે.
Trending Photos
લામુ: અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે હાલ જબરદસ્ત તણાવ ચાલી રહ્યો છે. યુદ્ધના કગારે પહોંચી ગયા છે. આ તણાવ વચ્ચે કેન્યા (Kenya) માં અમેરિકાના સૈન્ય પ્રતિષ્ઠાન પર આતંકી સંગઠન અલ શબાબે આજે સવારે હુમલો કર્યો હોવાના સમાચાર છે. કેન્યાના લામુ કાઉન્ટી સ્થિત મંદા બેમાં અમેરિકન બેસ પર આ હુમલાની જવાબદારી અલ શબાબે લીધી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ બંને પક્ષો વચ્ચે ફાયરિંગ ચાલુ છે. ટાર્ગેટ કરાયેલો એરબેસ કેન્યા અને અમેરિકાનો જોઈન્ટ મિલેટ્રી બેસ છે. કેટલાક આફ્રિકી દેશોમાં અલકાયદા સંલગ્ન આતંકી સંગઠન અલ શબાબનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે.
BREAKING: Al-Shabab attacks military base in Kenya's Lamu county https://t.co/G650PR6ZAf pic.twitter.com/emr34iGu0U
— Al Jazeera News (@AJENews) January 5, 2020
અલ શબાબે લીધી જવાબદારી
અલઝઝીરાના રિપોર્ટ મુજબ આ હુમલામાં આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ કરાયો અને આતંકી સંગઠને કેમ્પ પર કબ્જો જમાવ્યો. અલકાયદા સાથે જોડાયેલા અલગ શબાબના પ્રવક્તાએ મીડિયા સમૂહ અલ ઝઝીરા સાથે વાત કરતા કહ્યું કે આ હુમલાને મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
સપ્ટેમ્બરમાં પણ કર્યો હતો એટેક
અત્રે જણાવવાનું કે આ અગાઉ અલ શબાબે સોમાલિયામાં એક અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલાની પણ જવાબદારી લીધી હતી. એક સુરક્ષા અધિકારીએ યુરોપીય સંઘના સલાહકારોના એક કાફલા પર થયેલા હુમલાની પણ પુષ્ટિ કરી હતી. જો કે તે વખતે આ બે હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ ન હતાં. આતંકીઓએ રાજધાની મોગાદિશુથી 110 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં આવેલા બાલેડોગલેમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર વિસ્ફોટક દ્વારા હુમલો કર્યો અને પરિસરમાં બંદૂકધારીઓએ ફાયરિંગ પણ કર્યું હતું.
જુઓ LIVE TV
અમેરિકા-ઈરાન તણાવ પર સમગ્ર દુનિયાની નજર
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અલગ અલગ રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈય્યપ એર્ડોઓન સાથે ફોન પર વાત કરી અને મધ્ય પૂર્વ ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચા કરી. ત્રણેય નેતાઓએ મધ્ય પૂર્વ ક્ષેત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને વિભિન્ન પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી. બ્રિટનના વિદેશ દૂત ડોમિનિક રાબે વિભિન્ન પક્ષોને અપીલ કરી કે સુલેમાનીના મોત બાદ ઊભો થયો તણાવ દૂર કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે