યુવક ઊંડા પાણીમાં ગર્લફ્રેન્ડને કરી રહ્યો હતો પ્રપોઝ અને ડૂબી ગયો, મોત પહેલાનો VIDEO થયો વાઈરલ 

અમેરિકાના લૂઈસિયાનાના એક વ્યક્તિને પાણીની અંદર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું ખુબ મોંઘુ પડી ગયું.

યુવક ઊંડા પાણીમાં ગર્લફ્રેન્ડને કરી રહ્યો હતો પ્રપોઝ અને ડૂબી ગયો, મોત પહેલાનો VIDEO થયો વાઈરલ 

અમેરિકાના લૂઈસિયાનાના એક વ્યક્તિને પાણીની અંદર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું ખુબ મોંઘુ પડી ગયું. આ દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો અને તેનું મોત થયું. સ્ટીવન વીબર તેની ગર્લફ્રેન્ડ કે એન્ટોઈને સાથે રજા માણવા ટાન્ઝાનિયા ગયો હતો ત્યારે આ ઘટના ઘટી. આ દુ:ખદ ઘટના અંગે એન્ટોઈને ફેસબુક પર પોસ્ટ લખીને જાણકારી આપી છે. 

એન્ટોઈને પોતાના બોયફ્રેન્ડ વીબરને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે સ્ટીવન વીબર જેવા વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે શબ્દો નથી. તમને જે કોઈ મળ્યું, તમે તેના જીવનમાં ખુશીઓ લાવવાનું કામ કર્યું. ખુબ ભાવુક એન્ટોઈને લખ્યું કે જવાબ સાંભળવા માટે તમે એ ઊંડાણથી પાછા ફરી શકશો નહીં...હા! હું તમારી સાથે લગ્ન કરીશ. 

જુઓ VIDEO

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વીબર ઊંડા પાણીમાં ડૂબકી લગાવતો જોઈ શકાય છે. તેના હાથમાં એક ઝિપલોક બેગ છે જેની અંદર તેનો હાથે લખેલો પત્ર જોવા મળે છે. જેમાં તે એન્ટોઈનને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં તે કહેતો પણ જોવા મળી રહ્યો છે કે હું તને કેટલો પ્રેમ કરું છું તે બધુ બતાવી શકીશ નહીં કારણ કે હું મારા શ્વાસ વધુ સમય સુધી રોકી શકીશ નહીં. પરંતુ હું જેટલો તને પ્રેમ કરું છું તેટલો દિવસે દિવસે વધતો જાય છે. 

આ દરમિયાન તે એક રિંગ પણ બોક્સમાંથી બહાર કાઢે છે પરંતુ પાણીની અંદર તેના શ્વાસ ફૂલવા લાગે છે. ત્યારબાદ તેનું મોત થાય છે. એન્ટોઈનેની આ ફેસબુક પોસ્ટ હાલ અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હજારો લોકો તેને શ્રદ્ધાંજલિ આપી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news