કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે

કેનેડાની સરકારના એક નિર્ણયે ભારતના લાખો વિદ્યાર્થીઓ સહિત અનેક વિદેશી વિદ્યાર્થીઓના  ભવિષ્યને અંધારામાં મૂકી દીધુ છે. આ લાખો વિદ્યાર્થીઓએ આગામી વર્ષે કેનેડા છોડવાનો વારો આવી શકે છે. 

કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે

Indian Students in Canada: કેનેડામાં રહેતા 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ આગામી વર્ષે કેનેડા છોડવું પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક નિર્ણયને પગલે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલે છે. ટ્રુડો પ્રવાસીઓને લઈને ખુબ કડકાઈ વર્તી રહ્યા છે. વર્ષ 2025માં 50 લાખ અસ્થાયી પરમિટ ખતમ થઈ રહી છે. જેમાંથી 7 લાખ પરમિટ વિદ્યાર્થીઓના છે અને કડકાઈના પગલે આ વિદ્યાર્થીઓને ફીથી પરમિટ મળવામાં સમસ્યા થઈ શકે છે.

પરમિટ ખતમ થયા બાદ છોડી દેશે દેશ
કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટ ખતમ થયા બાદ મોટાભાગના પ્રવાસી કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ અઠવાડિયાની શરૂઆતમાં જાણકારી આપી હતી કે જે 50 લાખ પરમિટ ખતમ થઈ રહી છે તેમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓના છે જે હાલમાં જ ટ્રુડો સરકારના પ્રવાસી વિરોધી નીતિઓના કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે. 

કેટલાકને નવી વર્ક પરમિટ પણ મળશે
મિલરે કહ્યું કે તમામ અસ્થાયી પ્રવાસીઓએ જવાની જરૂર નહીં પડે. કેટલાકને નવી પરમિટ કે પોસ્ટગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના પ્રવાસી વિભાગના આંકડાઓ મુજબ મે 2023 સુધી 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023ના અંત સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી. પરંતુ કેનેડા હવે આ પરમિટ આપવામાં ખુબ કડકાઈ વર્તી રહ્યું છે. તેના કારણે કેનેડાએ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં 35%ની કમી કરી દીધી હતી. હવે ટ્રુડો સરકારે 2025માં તેમાં 10% ની વધુ કમી કરવાની યોજના કરી છે. 

દેશને કોઈ ફાયદો નહીં
જો કે ટ્રુડોની આ દાનતનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીવરેએ પીએમ જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરતા કહ્યું કે તેનાથી અસ્થાયી નિવાસીઓ માટે અનિશ્ચિતતા પેદા થઈ છે અને દેશને તેનાથી કોઈ ફાયદો પણ થઈ રહ્યો નથી. આ સાથે એમ પણ કહ્યું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી રહીશોએ દેશ છોડવો પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news