ચીનના નકલી સૂર્યે ફરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , 403 સેકન્ડ માટે ભયાનક ગરમી પેદા કરી
Trending Photos
ચીનના કૃત્રિમ સૂર્યે ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કૃત્રિમ સૂર્ય, જેને એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપરકન્ડક્ટીંગ ટોકમાક (EAST) કહેવાય છે, તેણે લગભગ સાત મિનિટ માટે ખૂબ જ ગરમ, અત્યંત કેન્દ્રિત પ્લાઝ્મા બનાવ્યું. આ પ્લાઝ્માની ગરમી 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવી હતી. અત્યાર સુધી આ પ્રકારનું પ્લાઝ્મા કુદરતી રીતે માત્ર સૂર્યની સપાટી પર જ જોવા મળતું હતું. આ સાથે, વિશ્વને સ્વચ્છ ઊર્જાનો વિશાળ સ્ત્રોત મળવાની અપેક્ષા છે. ચીનની આ સિદ્ધિ માત્ર અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડશે એટલું જ નહીં, પરંતુ પર્યાવરણને પણ ફાયદો થશે. આ પ્રોજેક્ટ હજુ પ્રાયોગિક તબક્કે છે, તેથી તેમાં ઘણો સમય લાગી શકે છે. આ ટેક્નોલોજી વર્તમાન પરમાણુ રિએક્ટરને બદલી શકે છે.
403 સેકન્ડમાં 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસની ઉર્જા બનાવવામાં આવી
ચીનના પૂર્વમાં આવેલા હેફેઈ શહેરમાં પ્રાયોગિક એડવાન્સ્ડ સુપરકન્ડક્ટીંગ ટોકમાકે 403 સેકન્ડ માટે પ્લાઝમા જનરેટ કર્યું અને જાળવી રાખ્યું. આ સિદ્ધિએ 2017માં બનાવેલા 101 સેકન્ડના તેના અગાઉના રેકોર્ડને તોડ્યો હતો. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા ફિઝિક્સના વડા સોંગ યુન્ટાઓએ જણાવ્યું હતું કે આ નવી સફળતાનું મુખ્ય મહત્વ તેના ઉચ્ચ બંધિયાર મોડમાં રહેલું છે, જે પ્લાઝ્માના તાપમાન અને ઘનતામાં ઘણો વધારો કરે છે. ચીનના સરકારી મીડિયા શિન્હુઆના જણાવ્યા અનુસાર, આ પ્રયાસ ફ્યુઝન રિએક્ટરની તકનીકી અને આર્થિક શક્યતા સુધારવા માટે મજબૂત પાયો નાખશે.
અનંત ઉર્જાનો સ્ત્રોત બની શકે છે
આપણો સૂર્ય પ્રકાશ અને ગરમી બનાવવા માટે ન્યુક્લિયર ફ્યુઝનનો ઉપયોગ કરે છે. તેને સલામત, સ્વચ્છ અને લગભગ અનંત ઉર્જા સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. વૈજ્ઞાનિકો દાયકાઓથી હાઇડ્રોજન અણુઓને 100 મિલિયન °C (180 મિલિયન °F) થી વધુ ગરમ કરીને "કૃત્રિમ સૂર્ય" બનાવવા માટે કામ કરી રહ્યા છે. 2006 માં EAST ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો આ મશીન દ્વારા નિયંત્રિત ન્યુક્લિયર ફ્યુઝનની સસ્તી ટેકનિક શોધવા માંગે છે. આ માટે વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં 1,20,000 થી વધુ પરીક્ષણો કર્યા છે.
ન્યુક્લિયર ફ્યુઝન શું છે?
પરમાણું સંલયનને અંગ્રેજીમાં ન્યુક્લિયર ફ્યુઝન કહે છે. આ ત્યારે થાય છે જ્યારે બે અણુ એકમાં ભેગા થાય છે. આ મોટી માત્રામાં ઊર્જા મુક્ત કરે છે. આ ઉર્જા એટલી છે કે તે સૂર્ય જેવા તારાઓને ઉર્જા અને પ્રકાશ આપી શકે છે. ફ્યુઝન ત્યારે જ થાય છે જ્યારે પરમાણુ ભારે ગરમી અને દબાણ હેઠળ હોય. આવી સ્થિતિમાં, પૃથ્વી પર આ પ્રક્રિયા હાથ ધરવા માટે એક ખાસ ચેમ્બરની જરૂર છે. ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર ચલાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળ્યા બાદ ઘણા ફાયદા થશે. અશ્મિભૂત ઇંધણને બાળવાથી વિપરીત, ફ્યુઝન પ્રક્રિયા કોઈ પ્રદૂષણ પેદા કરતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે