China Military Power: યુદ્ધની તૈયારીમાં ચીન! સૈનિકોની ભરતીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

China Military Recruitment: ચીનમાં લાંબા સમયથી જનસંખ્યા નિયંત્રણ માટે લોકોને માત્ર એક બાળક પેદા કરવાની મંજૂરી છે. તેવામાં લાંબા સમય સુધી પરિવારથી દૂર રાખતી સેનાની નોકરી ચીની યુવાઓ માટે સુવિધાજનક નથી. બીજીતરફ ચીન સતત પોતાની સેનાને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. 
 

China Military Power: યુદ્ધની તૈયારીમાં ચીન! સૈનિકોની ભરતીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

બેઇજિંગઃ ચીની સેનાએ પોતાની ભરતીની ઉંમર વદારી વધુમાં વધુ ભરતી કરવાની તૈયારી કરી છે. ચીની સેનામાં ભરતીની પ્રક્રિયા આ મહિને શરૂ થઈ છે. તેમાં તે યુવકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેણે યુદ્ધોમાં કામ આવતા વિષયોનો અભ્યાસ કર્યો છે. સ્પષ્ટ છે કે ચીન ભવિષ્યના યુદ્ધ માટે ખુદને તૈયાર કરી રહ્યું છે અને પોતાના સૈનિકોની સંખ્યા વધારવા ઈચ્છે છે. 

ભરતી કાર્યક્રમનો તબક્કો શરૂ
ચીનની સેના એટલે કે PLAની પૂર્વી કમાને ઓગસ્ટથી પોતાના ભરતી કાર્યક્રમનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. તેમાં ભરતી માટે ઉંમર મર્યાદા 24 વર્ષથી વધારી 26 વર્ષ કરી દીધી છે. આ ભરતીમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતનો અભ્યાસ કરનાર યુવકોને પ્રાથમિકતા આપવામાં આવશે. PLAની પૂર્વી કમાનની જવાબદારી તાઇવાન સહિત દક્ષિણ ચીન સાગરમાં આવનાર ઘણા દેશોની સરહદો છે. 

ભરતીમાં કમ્પ્યૂટર કે ડ્રોન ઓપરેશનનો અનુભવ રાખનાર યુવાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. લગભગ 23 લાખ સૈનિકોવાળી ચીની સેના વિશ્વની સૌથી મોટી સેના છે, પરંતુ લાંબા સમયથી સેના ચીની યુવાઓની પ્રાથમિકતા નથી. ભરતીના કામમાં લાગેલા ચીની સેનાના અધિકારીઓનું પણ માનવું છે કે તાઇવાન સંકટથી સેનામાં ભરતી માટે યુવાઓની સંખ્યામાં મોટો ઉછાળ આવવાની કોઈ સંભાવના નથી. 

અધિકારીનું કહેવું છે કે ચીની યુવા સેનામાં રોજગાર મેળવવા કે પછી એટલા માટે ભરતી થાય છે કે સેના છોડ્યા બાદ તેની પાસે સરકારી નોકરીની સારી તક હશે. ચીની સેનાએ 2014માં સેનામાં વધુ યુવાઓની ભરતી માટે ફિટનેસ અને જરૂરી શારીરિક યોગત્તાઓને પણ ઓછી કરી હતી. ત્યારે  PLA એ પુરૂષો માટે ઈંચાઈ 162 સેમીથી ગટાડી 160 સેમી અને મહિલાઓની ઉંચાઈ 160થી ઘટાડી 158 કરવામાં આવી હતી. 

સાથે જોવાની ક્ષમતાના માપદંડોને પણ ઓછા કર્યા હતા, કારણ કે જાણવા મળ્યું કે 70 ટકા સુધી ચીની યુવકોમાં આંખોથી સંબંધિત પરેશાનીઓ છે. આ સાથે  PLAમાં ભરતી માટે સિજોફ્રીનિયા, બાઇપોલર ડિસઓર્ડર, ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનો શિકાર યુવકોને પણ તક આપવાનું શરૂ કર્યું હતું.  PLA એ ખાસ કરીને તિબેટીયન યુવકોની ભરતી માટે અભિયાન ચલાવ્યું હતું જેથી શારીરિક અને માનસિક રૂપથી મજબૂત સૈનિકોની સેનામાં ભરતી કરી શકાય.

ચીનમાં લાંબા સમયથી જનસંખ્યા નિયંત્રણ માટે લોકોને માત્ર એક બાળક પેદા કરવાની મંજૂરી હતી. તેવામાં લાંબા સમય સુધી પરિવારથી દૂર રાખતી સેનાની નોકરી ચીની યુવાઓ માટે સુવિધાજનક નથી. બીજી તરફ ચીન સતત વિશ્વ શક્તિ બનાવવા માટે એક બાદ બીજું સૌથી મોટું સૈનિક અભિયાન શરૂ કર્યું છે. તેવામાં તેને મોટી સેનાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news