ભારતમાં તાઇવાનના સમર્થનને લઇને ચીન સ્તબ્ધ, સિક્કિમને લઇને આપી ધમકી
ચીન લાંબા સમયથી તાઇવાન (Taiwan)પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને તાઇવનનું સમર્થન કરનાર બીજા દેશોને પણ ધમકાવે છે. આ દરમિયાન ભારતમાં તાઇવાન (India-Taiwan Relation) ને લઇને વધતા સમર્થન જોઇ ચીન સ્તબ્ધ થઇ ગયું છે.
Trending Photos
બીજિંગ: ચીન લાંબા સમયથી તાઇવાન (Taiwan)પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને તાઇવનનું સમર્થન કરનાર બીજા દેશોને પણ ધમકાવે છે. આ દરમિયાન ભારતમાં તાઇવાન (India-Taiwan Relation) ને લઇને વધતા સમર્થન જોઇ ચીન સ્તબ્ધ થઇ ગયું છે. ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ (Global Times)ના સંપાદકે સીધી ધમકી આપી છે કે જો ભારતીય શક્તિઓ તાઇવાનને લઇને રમે છે તો ચીન પૂર્વોત્તરને ભારતથી અલગ કરવાની કાર્યવાહી કરી શકે છે.
સિક્કિમને અલગ કરવાની ધમકી
ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હૂ શિજિન (Hu Xijin) એ ટ્વિટ કર્યું, ''જો ભારતની સામાજિક તાકાતો તાઇવાન મુદ્દે રમે છે, તો તેમને ખબર હોવી જોઇએ કે અમે પૂર્વોત્તર ભારતમાં અલગાવાદી તાકતોનું સમર્થન કરી શકીએ છીએ અને સિક્કિમને અલગ કરી શકીએ છીએ. આ રીતે અમે જવાબી પગલું ભરી શકીએ છીએ. ભારતીય રાષ્ટ્રવાદીઓને આત્મચિંતન કરવું જોઇએ. તેમનો દેશ નાજુક છે.''
તમને જણાવી દઇએ કે ભારતીય મીડિયા (Indian Media)એ તાઇવાનના વિદેશ મંત્રી જોસફ (Joseph Wu) નો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તાઇવાન ક્યારે ચીનનો ભાગ રહ્યું નથી. આ સાથે જ તેમણે દુનિયાભરના લોકો સાથે તાઇવાનના અસ્તિત્વને સ્વિકાર કરવાની પણ અપીલ કરી હતી. ત્યારબાદ ભારતમાં હાજર ચીની દૂતાવાસે પણ આપત્તિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તાઇવાનને મંચ આપતાં વન-ચાઇના પોલિસી (One-China Policy)નું ઉલ્લંઘન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે