Border dispute: વાતચીતની આડમાં યુદ્ધની તૈયારી? ચીને LAC પર 100થી વધુ એડવાન્સ રોકેટ લોન્ચર તૈનાત કર્યા
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની ચાલબાજી ફરી એકવાર સામે આવી છે.
Trending Photos
બેઈજિંગ: સરહદ વિવાદ ઉકેલવા માટે જ્યાં એક બાજુ ભારત વાતચીત પર ભાર મૂકી રહ્યું છે ત્યાં ચીન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની ચાલબાજી ફરી એકવાર સામે આવી છે. ચીને સરહદ પર 100થી વધુ એડવાન્સ રોકેટ લોન્ચરની તૈનાતી કરી છે. એટલું જ નહીં ચીની સેનાએ LAC નજીક 155 એમએમ કેલિબરની PCL-181 સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર પણ તૈનાત કરી છે. જે દર્શાવે છે કે ચીનના ઈરાદા જરાય સારા નથી.
Winter ની તૈયારીમાં લાગી PLA
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં ચીની સેનાના સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે ચીને ભારત સાથે પોતાની હાઈ એલ્ટિટ્યૂડવાળી સરહદે 100થી વધુ એડવાન્સ લોંગ રેન્જ રોકેટ લોન્ચર્સ (Advanced Long-Range Rocket Launchers) તૈનાત કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) હિમાલયની ગાત્રો થીજવી નાખે તેવી ઠંડીની તૈયારી કરી રહી છે. આ તૈનાતી M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર સાથે ભારતીય સેનાની ત્રણ રેજિમેન્ટોની તૈનાતીના જવાબમાં કરાઈ છે.
10 યુનિટને લદાખ મોકલ્યા
ચીને એલએસી પર PHL-03 લોંગ રેન્જ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ પણ તૈનાત કરી છે. ચીની મીડિયા મુજબ નવા PHL-03 મલ્ટીપલ રોકેટ લોન્ચર્સની 10 યુનિટને લદાખ નજીક મોકલવામાં આવી છે. તેના દરેક યુનિટમાં ચાર ક્રુ મેમ્બર સામેલ છે. જેમાં 300 MM ના 12 લોન્ચર ટ્યૂબ લાગેલા છે. રોકેટ 650 કિમીના અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. તેના 12 મીટર લાંબા રોકેટ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી શકે છે.
રોકેટ સિસ્ટમની રેન્જ 350 કિમી
ચીને ભારતીય સરહદે ટાઈમ પીસીએલ-191 રોકેટ લોન્ચરને પણ તૈનાત કર્યા છે. જેને ચીનના એઆર 3 સિસ્ટમના આધાર પર વિક્સિત કરાયા છે. આ રોકેટ સિસ્ટમની રેન્જ 350 કિમી સુધીની જણાવાઈ રહી છે. આ મોડ્યૂલર રોકેટ સિસ્ટમ આઠ 370 મિમીના રોકેટને ફાયર કરી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીની સેનાએ 100થી વધુ પીસીએલ-181 ટ્રક માઉન્ટેડ હોવિત્ઝરની પણ તૈનાતી કરી છે. આ ઉપરાંત 155 એમએમ કેલિબરની PCL-181 સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝરને પણ લદાખની આસપાસના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે