બાપરે! એક કે બે નહીં પરંતુ 7 ડિગ્રી સુધી વધી શકે છે ધરતીનું તાપમાન! સ્ટડીના ડરામણા તારણો
ગ્લોબલ વોર્મિગંના કારણે દુનિયા તબાહીને આરે ઊભી છે. નવા રિસર્ચના આધારે વૈજ્ઞાનિકોએ જે ચેતવણી આપી છે તે ખરેખર ચિંતાજનક છે. તેમનું કહેવું છે કે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ બમણું હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં છેલ્લા કેટલાક અનુમાનો કરતા ઘણો વધારો થઈ શકે છે
Trending Photos
ગ્લોબલ વોર્મિગંના કારણે દુનિયા તબાહીને આરે ઊભી છે. નવા રિસર્ચના આધારે વૈજ્ઞાનિકોએ જે ચેતવણી આપી છે તે ખરેખર ચિંતાજનક છે. તેમનું કહેવું છે કે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ બમણું હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં છેલ્લા કેટલાક અનુમાનો કરતા ઘણો વધારો થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કેલિફોર્નિયાના તટથી પ્રશાંત મહાસાગરના પટલ સુધી એનાલિસિસ કર્યું.
NIOZ (The Royal Netherlands Institute for Sea Research), યુટ્રેક્ટ અને બ્રિસ્ટલ યુનિવર્સિટીના રિસર્ચર્સનો સ્ટડી Nature Communications મેગેઝીનમાં છપાયો છે. વૈજ્ઞાનિકોને એ વાતના પુરાવા મળ્યા છે કે ધરતીના સરેરાશ તાપમાનમાં 7થી 14 ડિગ્રીનો વધારો થઈ શકે છે. સ્ટડીના લીડ ઓથર કેટલિન વિટકોવ્સ્કીએ કહ્યું કે વર્તમાન અનુમાનો અને તેમના રિસર્ચના પરિણામોમાં જમીન આસમાનનું અંતર છે. વિટકોવ્સ્કીના જણાવ્યાં મુજબ અમને તાપમાનમાં જેટલા વધારાની ખબર પડી, તે સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પેનલ IPCC ના અનુમાનોથી 2.3 થી 4.5 ડિગ્રી વધુ છે.
પ્રશાંત મહાસાગરમાં થયો રિસર્ચ
પોતાના રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરની સપાટી પર રહેલા 45 વર્ષ જૂના ડ્રિલ કોરનો ઉપયોગ કર્યો. તેનાથી તેમને 1.8 કરોડ વર્ષનો જળવાયુ ડેટાનો રેકોર્ડ મળ્યો. પ્રોફેસર જાપ સિનિંગહે ડેમસ્ટે મુજબ કોર જ્યાં છે ત્યાં ઓક્સીજન પહોંચી શકતો નથી. તેનાથી ઓર્ગેનિક મેટર અને કાર્બનનું વધુ સંરક્ષણ થઈ શક્યું. રિસર્ચર્સે નવી ટેક્નોલોજીની મદદથી સમુદ્ર જળના પાછલા તાપમાન અને વાયુમંડળીય CO2 ના સ્તરની ભાળ મેળવવામાં આવી. NIOZ ના TEX86 રીતથી માઈક્રોબિલિયન મેમ્બ્રેઈન સબસ્ટેન્સેજના તાપમાનનું અનુમાન મેળવવામાં આવ્યું. CO2 ના સ્તરોની ભાળ મેળવવા માટે શૈવાળથી મળેલા ક્લોરોફિલ અને કોલેસ્ટ્રોલને સામેલ કરતા એક નવો એપ્રોચ વિક્સિત કરવામાં આવ્યો.
ઘટ્યું તાપમાન?
સ્ટડીમાં જાણવા મળ્યું કે દોઢ કરોડ વર્ષ પહેલા CO2 ની સાંદ્રતા 650 પાર્ટ્સ પર મિલિયન(ppm) હતી. ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ તે ઘટીને 280 ppm સુધી પહોંચી ગઈ હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ તાપમાનને CO2 ના સ્તરથી જોડીને જોયું તો તેમને ખબર પડી કે દોઢ કરોડ વર્ષ પહેલાનું તાપમાન આજની સરખામણીમાં 4 ડિગ્રી વધુ હતું.
પ્રોફેસર ડેમસ્ટે મુજબ જો આપણે CO2 ઉત્સર્જનને ઓછું કરવા માટે પૂરતા પગલાં નહીં ભરીએ તો શું થાય તે અંગે આ પરિણામો ભવિષ્યની ઝાંખી દેખાડે છે. રિસર્ચથી જાણવા મળે છે કે જળવાયુ મોડલોમાં CO2 ની સાંદ્રતાની જેટલી અસર સમજી શકાય છે તેની ગ્લોબલ તાપમાન પર ઘણી વધુ અસર પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે