વૈજ્ઞાનિકો કરી રહ્યા છે 'Disease X' ની શોધ, કોરોનાથી પણ ખતરનાક વાયરસનો ખતરો
આફ્રીકાના રેનફોરેસ્ટથી નવા અને સંભવિત રૂપથી ખતરનાક વાયરસ ફેલાવવાનો ખતરો છે. ઇબોલાની શોધ બાદથી પ્રોફેસર ટેમ્ફમ નવા વાયરસની શોધમાં સતત લાગેલા છે.
Trending Photos
નવી દિલ્હી: તાજેતરમાં આફ્રીકાના કોન્ગોમાં એક દર્દીમાં Hemorrhagic Fever ના લક્ષણ જોવા મળ્યા. ત્યારબાદ દર્દીને આઇસોલેટ કરી દેવામાં આવ્યો અને તેમના સેમ્પલ ઇબોલા ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. આ દરમિયાન તમામ મેડિકલ એક્સપર્ટ એક પ્રશ્નનો સામનો કરી રહ્યા હતા કે શું થશે જો મહિલાને ઇબોલા ના થાય? શું થશે જો મહિલા કોઇ નવા વાયરસથી પેદા થનાર 'Disease X' પેશેંટ ઝીરો હોય? અને જો બિમારી કોરોનાની માફક ઝડપથી ફેલાવનાર હોય અને ઇબોલાની માફક જીવલેણ હોય?
Disease X માં X અજ્ઞાત છે, એટલે એક અજ્ઞાત બિમારી જે આગામી સમયમાં દુનિયામાં ફેલાઇ શકે છે. દુનિયાના જાણિતા મેડિક સાયટિસ્ટ્સનું કહેવું છે કે Disease X નો ડર વ્યાજબી છે. સીએનએનના રિપોર્ટ અનુસાર કોન્ગોના દર્દીના ડોક્તર ડો. ડેડિન બોન્કોલે કહે છે કે નવી મહામારીની વાત કાલ્પનિક નથી, પરંતુ વૈજ્ઞાનિક પુરાવાના આધારે ડર ઉત્પન્ન થયો છે. તે કહે છે કે ઇબોલા વિશે પણ કોઇને ખબર ન હતી. કોરોના વિશે પણ નહી. આપણે નવી બિમારીથી ડરવું જોઇએ.
1976 માં ઇબોલા વાયરસની શોધમાં મદદ કરનાર પ્રોફેસર જીન જેસકીસ મુયેમ્બેટેમમ્ફમ કહ છે કે આફ્રીકાના રેનફોરેસ્ટથી નવા અને સંભવિત રૂપથી ખતરનાક વાયરસ ફેલાવવાનો ખતરો છે. ઇબોલાની શોધ બાદથી પ્રોફેસર ટેમ્ફમ નવા વાયરસની શોધમાં સતત લાગેલા છે.
પ્રોફેસર ટૈમ્ફમ કહે છે કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નવા વાયરસ આવશે અને તેના લીધે માનવજાત પર ખતરો પણ રહેશે. કોન્ગોના Yambuku Mission Hospitalમાં પહેલીવાર રહસ્યમય બિમારીની પુષ્ટિ ઇબોલાના રૂપમાં થઇ હતી અને ત્યારે હોસ્પિટલના 88 ટકા દર્દી અને 80 ટકા સ્ટાફનો જીવ ઇબોલાએ લીધો હતો.
તો બીજી તરફ રહસ્યમય બિમારી સામે ઝઝૂમી રહેલી કોન્ગોની જે મહિલાનું સેમ્પલ તાજેતરમાં જ ઇબોલા ટેસ્ટ મોકલવામાં આવ્યું હતું તે નેગેટિવ આવ્યું છે. તેના લીધે તેમની બિમારી આજે પણ રહસ્યમય બની છે. સાથે આફ્રીકાના કોન્ગોમાં નવા ખતરનાક વાયરસ ફેલાવવાનો ખતરો પણ મહેસુસ કરવામાં આવી રહ્યો છે. કોન્ગોમાં રહેતા પ્રોફેસર જીન જેસકીસ મુયેમ્બે ટૈમ્ફમનું કહેવું છે કે માણસ ઉપર આવા વાયરસનો ખતરો છે જે જાનવરોથી માણસ સુધી પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે