પાટણની યુનિવર્સિટીનો વિવાદિત પરિપત્ર, સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં હતા થું થું
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ : ઉત્તર ગુજરાત યુનિ ખાતે આજે ખાસ નિર્ણય માટે કારોબારીની બેઠક મળી હતી. જેમાં ઓન લાઇન અને ઓફ લાઇન પરીક્ષા મામલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત થોડા દિવસ અગાઉ જે વિવાદિત પરિપત્ર કર્યો હતો તેને પણ રદ કર્યા હતો. પાટણ ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા તા. 24 -12 -2020 ના રોજ ઓનલાઈન અને ઓફ લાઇન પરીક્ષાનો કાર્યક્રમ પત્ર દ્વારા જાહેર કર્યો હતો.
જેમાં મુદ્દા નં 10 માં ઓનલાઈન પરીક્ષા આપ્યા બાદ તેની ડિગ્રી કોઈ સંસ્થા માન્ય રાખે કે નહીં તેની કોઈ જવાબદારી યુનિ. ની રહેશે નહીં તે પ્રકારનો ઉલ્લેખ કરતા ભારે વિવાદ ઉભો થયો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાની માંગ કરી હતી. જેમાં બે વિકલ્પ આપ્યા હતા. ઓનલાઈન અને ઓફ લાઇન. જેને લઈને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે યુનિવર્સિટી દ્વારા ખાસ નિર્ણય માટે કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી.
જેમાં કોલેજોના આચાર્યો પણ હાજર રહ્યા હતા, ત્યારે બેઠકમાં સ્નાતક કક્ષાની સેમેસ્ટર 1 અને 3 ઓનલાઈન લેવાશે. જ્યારે અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1,3 અને 5 ઓફ લાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. તો અગાઉનો વિવાદિત પરિપત્ર રદ કરી નવો પરિપત્ર જાહેર કરવાનો કારોબારીએ નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના મહામારીના કારણે તમામ યુનિવર્સિટી ઓનલાઇ પરીક્ષાઓ તરફી વલણ કરી રહી છે તેવામાં પાટણ યુનિવર્સિટીનો આ પરિપત્ર ખુબ જ વિવાદમાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે