Dubai Visa : છાશવારે દુબઈ ઉપડી જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, વિઝામાં કરાયો આ મોટો ફેરફાર
Dubai announces five-year multiple-entry visa : દૂબઈ ભારતીયોને પાંચ વર્ષના મલ્ટીપલ વિઝા આપશે... હવે ભારતીયો દુબઈમાં એક વર્ષમાં 90 દિવસ રહી શકશે
Trending Photos
Dubai Visa : દુબઈ એ ગુજરાતીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. કેટલાક બિઝનેસ કરવા તો કેટલાક ફરવા માટે વારંવાર દૂબઈ ઉપડી જતા હોય છે. ત્યારે દુબઈની મુલાકાત લેવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દુબઈ ભારતીયોને 5 વર્ષનાં મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપવાનો નિર્ણય લીધો છે. હવે ભારતીયો દુબઈમાં એક વર્ષમાં 90 દિવસ રહી શકશે.
ભારત અને અખાતી દેશો વચ્ચે મિત્રતા વધી રહી છે. આ જ કારણ છે કે, પ્રવાસ અને વેપાર ઉદ્યોગોને વેગ મળ્યો છે. આવામાં દુબઈએ વીઝામાં મોટા ફેરફાર કરીને ભારતીયોને મોટી ખુશખબર આપી છે. દુબી ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, . દુબઈ ભારતીયોને 5 વર્ષનાં મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપવાનો નિર્ણય લીધો છે. હવે ભારતીયો દુબઈમાં એક વર્ષમાં 90 દિવસ રહી શકશે. આ સાથે જ ભારતીયો તેમના પ્રવાસને 90 દિવસ લંબાવી પણ શકશે. એક વર્ષમાં મહત્તમ 180 દિવસના વિઝા મેળવી શકાશે.
ભારત સાથે વેપાર અને પ્રવાસન વધારવા દુબઈનો આ મોટો નિર્ણય છે. ભારતીયોને બે થી પાંચ દિવસમાં વિઝા આપવામાં આવશે. અકવાર વિઝા લઈને અનેકવાર દુબઈ આવનજાવન કરી શકાશે. આ વિઝાથી પ્રવાસન ઉપરાંત વેપાર ઉદ્યોગ જગતને મોટી મદદ મળશે.
દૂબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગના રિજનલ હેડ બાદેર અલી હબીબે જણાવ્યું કે, દૂબઈ ભારત સાથેના વર્ષો જૂના સંબંધોને માન આપે છે. 2023 માં ભારતમાંથી રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ફરવા માટે દૂબઈ ગયા હતા. 2023 માં ભારતના 24.6 લાખ ઓવરનાઈટ વિઝીટર્સ આવ્યા હતા. આ સાથે જ ભારતીય પ્રવાસીઓ દૂબઈમાં ટોપ પર રહ્યાં છે. આ કારણે આ નિર્ણય લેવાયો છે.
આ તારીખો નોંધી લો, ગુજરાતમાં ફરી વરસાદની છે આગાહી, પણ તે પહેલા આવ્યું ઠંડીનું મોજું
આજે સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટનું સ્વાગત કરાયુ હતું. ઈન્ડિગોની દુબઈ ફલાઇટ પહેલા જ દિવસે સંપૂર્ણ ભરાઈને ટેકઓફ થઈ હતી. એરપોર્ટ પર નવી ફ્લાઇટનું વોટર કેનન સેલ્યુટ સાથે સ્વાગત કરાયું હતું. સુરતથી 183 પેસેન્જર દુબઇ ગયા, જેમાં દુબઈથી 107 પેસેન્જર પરત આવ્યા છે. દુબઈ-સુરત-દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઇન્ડિગો એરલાઇન્સે શરૂ કરી છે. સુરત એરપોર્ટ પરથી કુલ 3 ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેટ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે