Istanbul Blast: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના ભીડભાડવાળા વિસ્તારમાં વિસ્ફોટ, 4ના મોત, 38 ઘાયલ
તુર્કીની રાજધાની ઇસ્તાંબુકના ટકસિમ સ્ક્વાયરમાં બોમ્બ ધમાકો થયો છે, જેમાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Trending Photos
ઇસ્તાંબુલઃ Blast In Istanbul: તુર્કીની રાજધાની ઇસ્તાંબુલના તકસીમ સ્ક્વાયર (Taksim Square) માં બોમ્બ ધમાકો થયો છે, જેમાં ચાર વ્યક્તિના મોત થયા છે અને કુલ 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ધમાકો રવિવાર (13 નવેમ્બર) એ ઇસ્તાંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં તે સમયે થયો, જ્યારે ત્યાં પર મોટી સંખ્યામાં લોકો હાજર છે.
ધમાકા બાદ ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ અને પોલીસ પહોંચી ગઈ છે. વિસ્ફોટ કઈ રીતે થયો તે વિશે વધુ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ્સ પ્રમાણે બ્લાસ્ટ બાદ તે વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.
#BREAKING: At least 11 people injured in explosion in Istanbul, Turkey pic.twitter.com/J7vVhVRtIF
— Amichai Stein (@AmichaiStein1) November 13, 2022
વીડિયોમાં ધમાકાની તીવ્રતા ઓછી જોવા મળી રહી છે. સ્થાનીક રિપોર્ટ પ્રમાણે બ્લાસ્ટ સાંજે 4.15 કલાક (તુર્કીના સમયાનુસાર) પર થયો હતો. તુર્કીમાં થયેલો આ વિસ્ફોટ પહેલો નથી. આ પહેલા પણ 2017 અને 2015માં ઇસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દ સમૂહોએ અહીં ધમાકા કર્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે