ઝુકરબર્ગ અને ટ્રંપે કર્યું નક્કી, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં Facebook કરશે આ કામ
Trending Photos
ન્યુયોર્ક: ફેસબુક (Facebook) અમેરિકાના મતદાતાઓને વોટિંગ કરવા માટે જાગૃત કરવા અને તેમને સત્તાવાર જાણકારી શેર કરવા માટે વ્યાપક સ્તર પર એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જેવા નેતાઓને ખોટી માહિતી શેર કરવાથી રોકવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે.
સોશિયલ મીડિયા કંપની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક 'વોટિંગ ઇન્ફોર્મેશન સેન્ટર' શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં મતદાન માટે નોંધણીની જાણકારી, મતદાન કેન્દ્રો અને મેલ દ્વારા મતદાન વગેરેની જાણકારી શેર કરવામાં આવશે. તેના માટે રાજ્ય ચૂંટણી આયોગ અને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે.
આ 'વોટિંગ ઇન્ફોર્મેશન સેન્ટર'નો વિકલ્પ લોકોને બુધવારે તેમના 'ફેસબુક ન્યૂઝ ફીડ'માં જોવા મળશે અને થોડા સમય બાદ તે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કંપનીએ કોવિડ-19 સંબંધી જાણકારી શેર કરવા માટે પણ આ વર્ષે એક આ પ્રકારનું જ 'કોરોના વાયરસ ઇન્ફોર્મેશન સેન્ટર' શરૂ કર્યું હતું.
આ પણ વાંચો:- LAC પર ચીન-ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પર વિશ્વની નજર, UN બાદ અમેરિકાએ આપ્યું મોટું નિવેદન
ઉલ્લેખનીય છે કે, ફેસબુક અને તેના સીઇઓ માર્ક ઝુકરબર્ગ મેલથી થતા મતદાનને લઇને ટ્રંપ દ્વારા શેર કરવામાં આવેલી ખોટી જાણકારીને દૂર નહીં કરવા બદલ સતત ટીક્કાનો સામનો કરી રહ્યાં છે. કેટલાક લોકોએ તેને વિરોધીઓ સામે હિંસાની પ્રેરણા પણ ગણાવી છે.
ઝુકરબર્ગે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, મને ખબર છે કે, કેટલાક લોકો આ વાતથી નારાજ છે કે, અમે રાષ્ટ્રપતિની પોસ્ટ હટાવી નથી, પરંતુ અમારી સ્થિતિ એ છે કે આપણે શક્ય તેટલા અભિવ્યક્તિ સક્ષમ કરવા જોઈએ. જ્યાં સુધી તે કોઈ ચોક્કસ ખતરોનું કારણ ન બને.
ઝુકરબર્ગે એક ન્યુઝ પેપરના લેખમાં મંગળવારે ફરી એકવાર આ વાત જણાવી હતી. તેમણે લખ્યું, મારું માનવું છું કે નેતાઓને જવાબદાર ઠહેરાવા માટે મતદાન એ શ્રેષ્ઠ રસ્તો છે. મારું માનવું છું કે આપણે વિશ્વાસ કરવો જોઇએ કે મતદાતાઓ પોતાના નિર્ણય સ્વયં લઈ શકશે.'
તેણે કહ્યું, એટલા માટે મારું માનવું છે કે, આપણે મતદાતાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના મહત્વાકાંક્ષી પ્રયત્નો કરતી વખતે, આપણે અભિવ્યક્તિ માટે અમારા પ્લેટફોર્મને શક્ય તેટલું ખુલ્લું બનાવવું જોઈએ. (ઇનપુટ: ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે