FIFA World Cup:ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન કતરમાં મોટો અકસ્માત, ફેન વિલેજ નજીક લાગી ભીષણ આગ
FIFA World Cup 2022: કતરમાં 20 નવેમ્બરથે ફૂટબોલ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. અત્યારે ગ્રુપ તબક્કાના મુકાબલા ચાલી રહ્યા છે. મેચથી વધુ આ વર્લ્ડકપ અલગ-અલગ પ્રકારના વિવાદોના કારણે ચર્ચામાં છે. હવે આયોજને વધુ એક વસ્તુએ પરેશાન કર્યા છે. જોકે વર્લ્ડકપ માટે બનાવવામાં આવેલા ફેન વિલેજ નજીક આગ લાગી છે
Trending Photos
FIFA World Cup 2022: કતરમાં 20 નવેમ્બરથે ફૂટબોલ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. અત્યારે ગ્રુપ તબક્કાના મુકાબલા ચાલી રહ્યા છે. મેચથી વધુ આ વર્લ્ડકપ અલગ-અલગ પ્રકારના વિવાદોના કારણે ચર્ચામાં છે. હવે આયોજને વધુ એક વસ્તુએ પરેશાન કર્યા છે. જોકે વર્લ્ડકપ માટે બનાવવામાં આવેલા ફેન વિલેજ નજીક આગ લાગી છે. આ ઘટના દેશના સૌથી મોટા લુસૈલ સ્ટેડિયમની નજીક છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ફોટામાં દેખાઇ રહ્યું છે કે આગ લાગયા બાદ આકાશમાં કાળો ધૂમાડો ઉઠી રહ્યો છે. આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે શહેરના એક નિર્માણધીન બિલ્ડીંગમાં આગ લાગી છ. તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોઇપણ ઘાયલ થયાની સૂચના મળી નથી.
Meanwhile, a strong fire broke out in #Qatar near the 2022 World Cup fan zone.
They say it's a burning building next to the fan village 😱😱😱#WorldCup2022 pic.twitter.com/dxX1XTgO0y
— ꑭ Natalïa ꑭ (@NatalieSmal) November 26, 2022
જ્યારે ધૂમાડો ફેન વિલેજ તરફ વધ્યો તો અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો પોતાની જગ્યાએથી ભાગવા લાગ્યા. જોકે પોલીસ બળે તેમને સમજાવ્યા અને કહ્યું કે આગ મોટી નથી. કતરના આંતરિક મંત્રાલયે કહ્યું કે આગ શાનિક સમયાનુસાર બપોર બાદ એક દ્રીપ પર લાગી, જે લુસૈલ શહેરનો ભાગ છે. લુસૈલ ટૂર્નામેંટના દરમિયાન ઘણી મેચોની મેજબાની કરી રહ્યું છે. શનિવારે રાત્રે અહીંયા આર્જેંટીનાનો મુકાબલો મેક્સિકો સાથે થઇ રહ્યો છે. આગ લુસૈલ સ્ટેડિયમથી લગભગ 3.5 કિલોમીટર (2 માઇલ) દૂર હતી.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે