અમેરિકામાં યહુદી પ્રાર્થના સ્થળે અંધાધૂંધ ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

કેલિફોર્નિયામાં યહુદી પ્રાર્થના સ્થળ પર એક બંદૂકધારીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.

અમેરિકામાં યહુદી પ્રાર્થના સ્થળે અંધાધૂંધ ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

નવી દિલ્હી: કેલિફોર્નિયામાં યહુદી પ્રાર્થના સ્થળ પર એક બંદૂકધારીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. સેન ડિએગો કાઉન્ટીના શેરીફ બિલ ગોરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન ચાર લોકો ઘાયલ થયા હતાં. જેમને પોલિમર હોસ્પિટલમાં ખસેડાયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું જ્યારે 3 લોકોની હાલત સ્થિર છે. 

તેમણે જણાવ્યું કે ઘાયલોમાં એક મહિલા અને બે તરુણો સામેલ છે. ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું. ગોરે પત્રકારોને જણાવ્યું કે સેન ડિએગોથી 19 વર્ષના એક કિશોરને ફાયરિંગ મામલે દબોચવામાં આવ્યો છે. તપાસકર્તાઓ તેની સોશિયલ મીડિયાની ગતિવિધિઓની ચકાસણી કરી રહ્યાં છે. ઓનલાઈન જારી કરાયેલા એક ઓપન પત્રની વેલિડિટી અંગે પણ તપાસ થઈ રહી છે. 

જુઓ LIVE TV

તેમણે જણાવ્યું કે પોલીસને સિનગોગમાં ફાયરિંગની ઘટનાની જાણકારી સવારે સાડા અગ્યાર વાગે મળી. ફાયરિંગ એક એઆર-15 ટાઈપ રાઈફલથી કરાયું. અમેરિકામાં  ફાયરિંગની અનેક ઘટનાઓમાં એઆર-15નો ઉપયોગ કરાયો છે. ગોરે જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર એક પેટ્રોલિંગ અધિકારીએ શંકાસ્પદ વ્યક્તિ પર ફાયરિંગ  કર્યું. જો કે તે સમયે તે અધિકારી ડ્યૂટી પર નહતો. 

સેન ડિએગોના પોલીસ પ્રમુખ ડેવિડ નિસ્લેઈટે જણાવ્યું કે સંદિગ્ધને ત્યારબાદ કે-9 અધિકારીએ  પકડ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news