હવે ઘડપણમાંથી જવાની તરફ પાછી ફરશે દુનિયા, મળી અનોખી ફૉર્મૂલા, સંશોધકોએ કર્યો સૌથી મોટો દાવો!

Research on Anti Aging: જો આપણે એમ કહીએ કે આવનારા દિવસોમાં 50 વર્ષનો વ્યક્તિ પણ 30 વર્ષ જેટલો યુવાન દેખાશે, તો આ સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ હવે ચોંકવા જેવું કંઈ નથી કારણ કે હાર્વર્ડના સંશોધકોએ હવે આ વાત સાચી સાબિત કરી દીધી છે.

હવે ઘડપણમાંથી જવાની તરફ પાછી ફરશે દુનિયા, મળી અનોખી ફૉર્મૂલા, સંશોધકોએ કર્યો સૌથી મોટો દાવો!

Look Younger Home Remedies: દુનિયાના મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેઓ હંમેશા યુવાન અને સુંદર દેખાય. ઘણા લોકો આ માટે વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. અત્યારે બ્યુટી પ્રોડક્ટ્સનું માર્કેટ પણ ઘણું મોટું થઈ ગયું છે, પરંતુ રોજેરોજ વપરાતી આ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ તમને લાંબો સમય યુવાન બનાવી શકતી નથી.

જો આપણે એમ કહીએ કે આવનારા દિવસોમાં 50 વર્ષનો વ્યક્તિ પણ 30 વર્ષ જેટલો યુવાન દેખાશે, તો આ સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ હવે ચોંકવા જેવું કંઈ નથી કારણ કે હાર્વર્ડના સંશોધકોએ હવે આ વાત સાચી સાબિત કરી દીધી છે. તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વૃદ્ધોને યુવાન દેખાડવા માટે સંશોધનનો દાવો કર્યો છે. આ સંશોધનથી તમે માત્ર યુવાન દેખાશો જ, પરંતુ તમારી શારીરિક શક્તિ પણ અકબંધ રહેશે.

શું છે સંશોધનની ખાસ વાત?
બોસ્ટનની એક લેબમાં ઉંદરો પર કેટલાક સંશોધન કરવામાં આવ્યા હતા. જેમાં નબળા દેખાતા ઉંદરો ફરીથી સ્વસ્થ અને મજબૂત સ્નાયુઓવાળા બન્યા. આ સાથે જેમની આંખોની રોશની ઉંમરને કારણે નબળી પડી ગઈ હતી તેઓ પણ સ્વસ્થ થઈ ગયા. આ સંશોધન હાવર્ડ મેડિકલ સ્કૂલ અને બોસ્ટન યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. 

જો કે આ રિસર્ચનું સેમ્પલ સાઈઝ ખૂબ જ નાનું હતું. પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે જો બાકીના પર રિસર્ચ સફળ થાય છે તો 50 વર્ષના વ્યક્તિને પણ 30 વર્ષના વ્યક્તિની જેમ બનાવી શકાય છે, જેમાં તે તંદુરસ્ત અને તેના સ્નાયુઓ પણ પહેલા જેવા જ હશે.

આગળ પણ વધારી શકાય છે ઉંમર
આ સંશોધનને સેલમાં લોસ ઓફ એપિજેનેટિક ઈન્ફોર્મેશન એજ કૉજ ઓફ મેમેલિયન એજિંગ નામથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. આમાં વૃદ્ધ અને નબળા ઉંદરોને ફરીથી યુવાન અને સ્વસ્થ બનાવવામાં આવ્યા હતા. આમાં એક ચોંકાવનારી વાત સામે આવી જ્યારે વૈજ્ઞાનિકોએ કહ્યું કે આનાથી યુવાનને પણ વૃદ્ધ બનાવી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news