Pakistan માં હિન્દુઓએ દરિયાદિલી દેખાડી, મંદિરમાં તોડફોડ કરનારા કટ્ટરપંથીઓને માફ કર્યા

પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તૂનખ્વામાં મંદિરને તોડનારા કટ્ટરપંથીઓને સ્થાનિક હિન્દુઓએ માફ કરી દીધા છે. સદીયો જૂના આ મંદિરમાં ગત વર્ષે તોડફોડ બાદ આગચંપી કરાઈ હતી. જેને લઈને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. એટલે સુધી કે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાનવીને મંદિરને ફરીથી બનાવવાનો આદેશ આપ્યો હતો. હવે હિન્દુઓએ ગુનેહગારોને માફ કરીને આ મામલાને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે. 
Pakistan માં હિન્દુઓએ દરિયાદિલી દેખાડી, મંદિરમાં તોડફોડ કરનારા કટ્ટરપંથીઓને માફ કર્યા

પેશાવર: પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તૂનખ્વામાં મંદિરને તોડનારા કટ્ટરપંથીઓને સ્થાનિક હિન્દુઓએ માફ કરી દીધા છે. સદીયો જૂના આ મંદિરમાં ગત વર્ષે તોડફોડ બાદ આગચંપી કરાઈ હતી. જેને લઈને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. એટલે સુધી કે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાનવીને મંદિરને ફરીથી બનાવવાનો આદેશ આપ્યો હતો. હવે હિન્દુઓએ ગુનેહગારોને માફ કરીને આ મામલાને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

Hindus ની સુરક્ષાનું આશ્વાસન
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા અહેવાલ મુજબ આ વિવાદને ઉકેલવા માટે શનિવારે સ્થાનિક ધાર્મિક નેતાઓ, અને હિન્દુ સમુદાયની બેઠક થઈ. અનૌપચારિક રીતે જિરગા કહેવાતી આ બેઠકમાં આરોપીઓએ ગત વર્ષ થયેલા આ હુમલા અને 1997માં ઘટેલી આવી જ એક ઘટના માટે માફી માંગી. આ બાજુ મુસ્લિમ ધર્મગુરુઓએ દેશના બંધારણ મુજબ હિન્દુઓ અને તેમના અધિકારીઓને સંપૂર્ણ રીતે સુરક્ષા પ્રદાન કરવાનું આશ્વાસન આપ્યું. બેઠકમાં બનેલી સહમતિ અંગે સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવશે જેથી કરીને આરોપીઓને જલદી મુક્ત કરી શકાય. 

આહત થઈ હિન્દુઓની ભાવનાઓ
ગત વર્ષ 30 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી જમીયત ઉલેમા એ ઈસ્લામના કટ્ટરપંથીઓએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કરક જિલ્લાના ટેરી ગામમાં બનેલા મંદિર અને તેમાં લાગેલી સમાધિમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ મંદિરમાં આગચંપી કરી હતી. સ્થાનિક ઉલેમાની સાથે બેઠક બાદ બોલતા પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના અધ્યક્ષ રમેશ કુમારે કહ્યું કે આ ઘટનાએ દુનિયાભરના હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તહરીક એ ઈન્સાફ પાર્ટીના વિધાયક કુમારે કહ્યું કે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મહેમૂદ ખાનની અધ્યક્ષતામાં જિરગાની કાર્યવાહી થઈ. 

CM એ પણ કરી  હુમલાની ટીકા
બેઠક દરમિયાન સીએમ મહેમૂદ ખાને પણ હુમલાની ટીકા કરતા કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ વિસ્તારની શાંતિ માટે જોખમ છે. અત્રે જણાવવાનું કે 50 લોકોની ધરપકડ થઈ છે. ભારતે પણ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા પાકિસ્તાન સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ખૈબર પખ્તૂનખ્વા સરકારને મંદિરના પુર્ન નિર્માણનો આદેશ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news