Rihanna એ બદનામ કરવાની કરી કોશિશ છતાં ભારતે કર્યું એવું કામ, Barbados PM એ કહ્યું- આભાર
Trending Photos
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના (Rihanna) એ ભારતમાં કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર ટ્વીટ કરી અને તેના પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરાવ્યું. બારબેડિયન ગાયિકા રિહાનાએ દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરી છતાં ભારત સરકારે બારબાડોસની મદદ કરી છે.
બારબાડોસના પીએમએ શાં માટે ભારતને કહ્યું-આભાર
વાત જાણે એમ છે કે ભારતે કોરોના વાયરસ (Corona Virus) મહામારી વિરુદ્ધ જંગ માટે બારબાડોસને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની એન્ટી કોરોના વાયરસ વેક્સીનના એક લાખ ડોઝ આપ્યા છે. ત્યારબાદ બારબાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલે (Mia Amor Mottley) એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે.
PHOTOS: કોણ છે આ રિહાના, જેના 6 શબ્દોએ બદલી નાખી ખેડૂત આંદોલનની હવા
બારબાડોસના પીએમએ કહ્યું આભાર ઈન્ડિયા
4 ફેબ્રુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને લખેલા પત્રમાં મોટલેએ કહ્યું કે મારી સરકાર અને દેશના લોકો તરફથી હું તમારો, તમારી સરકાર અને ભારતના લોકોનો કોવિડ રસી આપવા માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમણે વધુમાં કહ્યું કે સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રી તથા મુખ્ય ચિકત્સ આધિકારી બંનેએ પુષ્ટિ કરી છે કે બારબાડોસમાં રસીના ઉપયોગને મંજૂરી અપાઈ છે. રસી નિર્માતાઓના દિશા નિર્દેશો પ્રમાણે લોકોને રસી આપવામાં આવશે.
152 દેશોએ ભારત પાસે માગી છે કોરોના રસી
અત્રે જણાવવાનું કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે અને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકોને રસી મૂકાઈ ચૂકી છે. આ બધા વચ્ચે 152 દેશોએ ભારત પાસે કોરોના રસીની માગણી કરી છે અને આશા વ્યક્ત કરી છે કે માર્ચ સુધીમાં 60 દેશોને એક કરોડ 60 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવી શકાય છે.
કોણ છે રિહાના અને શું છે વિવાદ?
રિહાના (Rihanna) એક કેરેબિયન પોપ સિંગર છે. જે બારબાડોસની રહિશ છે. રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેન્ટી છે. બારબાડોસમાં ઉછરેલી રિહાનાના પિતા બારબેડિયન અને માતા ગયાનાની રહિશ હતી. ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર ટ્વીટ કર્યા બાદથી ચર્ચામાં આવી છે. તેણે ખેડૂત આંદોલન પર ટ્વીટ કરીને લખ્યું કે આપણે આ અંગે કોઈ વાત કેમ કરતા નથી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે