ભારતની UNGAમાં આતંકના અડ્ડા પાકિસ્તાનને ફરી લપડાક, કહ્યું- તમે તો જવાબ માંગવાને પણ નથી લાયક

UNGAમાં ભારતે ફરી પાકિસ્તાનને લતાડ્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની સામે ભારતે પોતાના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો. ભારતે ઈસ્લામાબાદને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ આપનાર દેશના રૂપમાં તેનો ટ્રેક રેકોર્ડ જોવાની સલાહ આપી.

ભારતની UNGAમાં આતંકના અડ્ડા પાકિસ્તાનને ફરી લપડાક, કહ્યું- તમે તો જવાબ માંગવાને પણ નથી લાયક

UNGAમાં ભારતે ફરી પાકિસ્તાનને લતાડ્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની સામે ભારતે પોતાના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો. ભારતે ઈસ્લામાબાદને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ આપનાર દેશના રૂપમાં તેનો ટ્રેક રેકોર્ડ જોવાની સલાહ આપી. UNGAના ખાસ સત્રમાં ભારતના કાઉન્સિલર પ્રતિક માથુરે કહ્યું કે, પાકિસ્તાને એક દેશના રૂપમાં પોતાના ટ્રેક રેકોર્ડ જોવો જોઈએ, જે આતંકીઓને શરણ આપે છે અને સુરક્ષિત આશરો આપે છે અને તે કોઈ જ સંકોચ વિના આવું કરે છે. હું એ કહેવા માટે આ મંચનો ઉપયોગ કરી રહ્યો છું કે ભારતે પાકિસ્તાનની અવળચંડાઈનો જવાબ ન આપવા માટે આ સમય પસંદ કર્યો છે. પાકિસ્તાનના પ્રતિનિધિને અમારી સલાહ છે કે અમે ભૂતકાળમાં અનેકવાર રાઈટ ટૂ રિપ્લાઈનો ઉપયોગ કર્યો છે તેને જોઈ લે.

પ્રતીક માથુરે પાકિસ્તાનની બિનજરૂરી ઉશ્કેરણીને અફસોસજનક જમઆવી અને કહ્યું કે, બે દિવસ ગહન ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં હાજર તમામ સભ્યો એ વાત પર સહમત થયા છે કે આ સંઘર્ષ અને કલેશને હલ કરવાનો એકમાત્ર ઉપાય શાંતિ હોય શકે છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના ઉપપ્રમુખ અબ્દુલ રહમાન મક્કીને જાન્યુઆરીમાં વૈશ્વિક આતંકીના રૂપમાં જાહેર કરવામાં આવ્યો હતો. જે ભારતનો મોસ્ટ વોન્ટેડ છે. ભારતે 2021-22ના પોતાના UNSCના કાર્યકાળ દરમિયાન સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની યાદી બનાવી હતી. જેમાં પાંચ નામ હતા, અબ્દુલ રહમાન મક્કી(LeT), અબ્દુલ રઊફ અસગર (JeM), સાજિદ મીર (LeT), શહિદ મહમૂદ (LeT) અને તલ્હા સઈદ (LeT).

આ પાંચ નામમાંથી એકને શરૂઆતમાં એક સભ્ય દેશ(ચીન) દ્વારા ટેક્નિકલ રીતે રોકી રાખવામાં આવ્યા હતા. જ્યારે પરિષદના અન્ય તમામ 14 દેશ આ લિસ્ટિંગ સાથે સહમત થયા હતા. અમેરિકાના વિદેશ વિભાગ અનુસાર 2020માં એક પાકિસ્તાની આતંકવાદ રોધી અદાલતે મક્કીને દોષી ઠેરવ્યો અને તેને જેલની સજા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં ભારતના ઈન્ડસ કમિશનરે સિંધુ જળ સંધિ માટે ચાલી રહેલા ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે આંતરારાજ્યીય દ્વીપક્ષીય વાર્તા શરૂ કરવાની તારીખ અધિસૂચિત કરવા માટે પાકિસ્તાની સમકક્ષને એક નોટિસ આપી હતી. તેમણે કહ્યું કે ભારત મધ્યસ્થતા અદાલતની પ્રક્રિયામાં સામેલ નથી. સૂત્રોના અનુસાર ઈસ્લામાબાદની કાર્યવાઈથી સંધિના પ્રાવધાનો પર વિપરીત પ્રભાવ પાડ્યા બાદ સપ્ટેમ્બર 1960ની સિંધુ જળસંધિમાં સંશોધન કરવા માટે 25 જાન્યુઆરીએ પાકિસ્તાનને નોટિસ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news