લાહોરના રસ્તા પર કેમ લાગ્યા વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના પોસ્ટર, જાણો મામલો
પાકિસ્તાનમાં ફરી એકવાર ભારતીય વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ચર્ચાનો વિષય બની ગયા છે. તેમના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા પોસ્ટર લાહોરના રસ્તા પર લાગ્યા છે. આ પોસ્ટરો દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાકિદ પર નિશાન સાધવામાં આવ્યું છે.
Trending Photos
લાહોરઃ પાકિસ્તાનમાં ફરી એકવાર ભારતીય વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ચર્ચાનો વિષય બની ગયા છે. તેમના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા પોસ્ટર લાહોરના રસ્તા પર લાગ્યા છે. આ પોસ્ટરો દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાકિદ પર નિશાન સાધવામાં આવ્યું છે. ઘણા પોસ્ટરોમાં અયાઝ સાદિકને કોમના ગદ્દાર ગણાવતા મીર જાફર સાથે તુલના કરવામાં આવી છે. અયાઝ સાદિકે પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડવા મુદ્દે ઇમરાન ખાન સરકારની પોલ ખોલી હતી.
અયાઝ સાદિકના સંસદીય ક્ષેત્રમાં લાગી તસવીરો
અયાઝ સાદિકના સંસદીય ક્ષેત્ર લાહોરના રસ્તાઓના કિનારે લાગેલા આ પોસ્ટરોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને પીએમ મોદીની તસવીરો ઇરાદાપૂર્વક લગાવવામાં આવી છે. તેમાં ઉર્દૂમાં પીએમએલ-એન પાર્ટીના નેતા અયાઝ સાદિકને દેશદ્રોહી ગણાવી દેવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટરોમાં સાદિકને વર્ધમાનના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. તો ઘણા પોસ્ટરોમાં તેને ભારતનો સમર્થક ગણાવવામાં આવ્યો છે.
ઇમરાનના મંત્રીએ ભારત મોકલવાની કરી વાત
પાકિસ્તાનના ગૃહ મંત્રી (આંતરિક મંત્રીઃ એજાઝ અહમદ શાહે એક જનસભા દરમિયાન કહ્યુ કે, અયાઝ સાદિકને ભારત ચાલ્યા જવુ જોઈએ. તેમણે કહ્યુ કે, પોતાની સેના વિરુદ્ધ જે વાત તેણે સંસદમાં કરી તેને અમૃતસર જઈને કહે. પાકિસ્તાનમાં અયાઝ સાદિક વિરુદ્ધ વિરુધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઇમરાન સરકારના મંત્રી તો તેની વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે.
US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત, અમેરિકી સેનાએ કર્યો કમાલ
પોતાના નિવેદન પર મક્કમ છે સાદિક
અયાઝ સાદિક પાકિસ્તાનની સંસદમાં આપેલા નિવેદન પર હજુ મક્કમ છે. તેણણે કહ્યુ કે, તેની પાસે ઘણા રાઝ આદે પણ છે પરંતુ ક્યારેય કોઈ બિનજવાબદારી ભર્યુ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યુ કે, મેં રાજકીય મતભેદને કારણે નિવેદન આપ્યુ હતું. તેને પાકિસ્તાની સેના સાથે જોડવુ યોગ્ય નથી. મેં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનું નેતૃત્વ કર્યુ છે. અમે રાજકીય લોકો છીએ અને ભુતકાળમાં રાજકીય વિરોધીઓ વિરુદ્ધ નિવેદન આપતા રહ્યા છીએ. અમે ભવિષ્યમાં પણ આમ કરીશું, પરંતુ જ્યારે પાકિસ્તાન કે આપણી એકતા કે સંસ્થાઓની વાત આવે છે તો ભારત માટે પાકિસ્તાનનો સ્પષ્ટ સંદેશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે