ભારતની પુત્રીએ રચ્યો ઈતિહાસ, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા Kamala Harris
કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે અમેરિકામાં આ ટોપ પદ પર પહોંચ્યા છે. હેરિસ અમેરિકાની રાજનીતિમાં એક જાણીતું નામ રહ્યા છે અને ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે.
Trending Photos
અમેરિકાઃ તમિલ મૂળના ભારતીય-અમેરિકન માતાના પુત્રી કમલા હેરિસ (Kamala Harris) એ બુધવારે ઈતિહાસ રચી દીધો છે. તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. તેઓ પ્રથમ અશ્વેત મહિલા છે જે અમેરિકામાં આ ટોપ પદ પર પહોંચ્યા છે. હેરિસ અમેરિકાની રાજનીતિમાં એક જાણીતું નામ રહ્યા છે અને ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે.
વર્ષ 1964મા કેલિફોર્નિયામાં જન્મેલા હેરિસના (Kamala Harris) માતા ભારતીય મૂળના ડોક્ટર હતા અને તેમના પિતા જમૈકાના ઇકોનમિસ્ટ. કમલાના માતા શ્યામલા ગોપાલન હંમેશાથી ઈચ્છતા હતા કે પોતાના બાળકો ભારતીય મૂળ સાથે જોડાયેલા રહે. શ્યામલા એક જાણીતા કેન્સર રિસર્ચર અને એક્ટિવિસ્ટ હતા. શ્યામલાએ પોતાનું ગ્રેજ્યુએશન દિલ્હી યુનિવર્સિટીથી કર્યું હતું.
પહેલા પણ રચી ચુક્યા છે ઈતિહાસ
હેરિસ બીજા અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયન-અમેરિકી મહિલા છે જે અમેરિકાની કોંગ્રેસના અપર ચેમ્બર સુધી પહોંચ્યા હતા. સીનેટર તરીકે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સ્પષ્ટ બોલતા હતા. પરંતુ વિદેશ નીતિ પર તેમણે ટ્રમ્પનું સમર્થન કર્યુ હતું. ચૂંટણી કેમ્પેનમાં ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીએ હેરિસ પર ખુબ પ્રહારો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે