કિસ્મતનો ખેલ! એક ઝટકામાં બન્યો 17 હજાર કરોડનો માલિક, ધોની-કોહલી-શાહરૂખ-સલમાનને પાછળ છોડી દીધા

ખરેખર નસીબ જેવી પણ એક મોટી વસ્તુ હોય છે. ક્યારે કોણ રાજામાંથી ગરીબ અને ગરીબમાંથી રાજા બની જાય તે કોઈ જાણતું નથી. 

કિસ્મતનો ખેલ! એક ઝટકામાં બન્યો 17 હજાર કરોડનો માલિક, ધોની-કોહલી-શાહરૂખ-સલમાનને પાછળ છોડી દીધા

નવી દિલ્લી: કહેવાય છે કે ઈશ્લર જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત ચરિતાર્થ થઈ જાય તો તમે શું કહેશો. તમે પહેલી નજરમાં વિશ્વાસ નહીં કરો. પરંતુ આવું થયું છે. એક અત્યંત સાધારણ માણસ પર લક્ષ્મી આ રીતે મહેરબાન થઈ છે કે તે એક ઝટકામાં ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જ નહીં પરંતુ બોલીવુડના સુપર સ્ટાર કિંગ ખાન અને ભાઈ જાનની કુલ સંપત્તિથી આગળ નીકળી ગયો છે. શાહરૂખ ખાનની કુલ સંપત્તિ લગભગ 80 કરોડ ડોલર એટલે 6600 કરોડ રૂપિયા છે.

જ્યારે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીની સંપત્તિ લગભગ 1100 કરોડ અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 750 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાનની સંપત્તિ લગભગ 3000 કરોડ છે. અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ લભગ 3200 કરોડ રૂપિયાની છે. આ બધાની સંપત્તિ જોડી દેવામાં આવે તો તે 15 હજાર કરોડ રૂપિયાથી ઓછી છે.

એક ઝટકામાં 16,900 કરોડનો માલિક બન્યો:
પરંતુ અમે જે માણસની વાત કરી રહ્યા છીએ તે એક ઝટકામાં લગભગ 16,900 કરોડના માલિક બની જાય છે. સૌથી મજેદાર વાત એ છે કે આટલી મોટી રકમ હાંસલ કરનારા તે માણસ દુનિયાની સામે આવી રહ્યો નથી. દુનિયા તેને જોવા માટે બેચેન છે. પરંતુ તે ચૂપચાપ આ પૈસાને દબાવીને બેઠો છે. તેને દુનિયાના લોટરી ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ થઈ છે. તેણે એક ઝટકામાં 2.04 અરબ ડોલરની રકમ જીતી છે. રૂપિયામાં તે રકમ લગભગ 16,900 કરોડ રૂપિયા થાય છે.

પૈસા લઈને ગાયબ થયો માણસ:
આટલી મોટી લોટરીની જીતના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં છે. વેબસાઈટ મેટ્રો ડોટ યૂકેના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં એડવિન કાસ્ત્રો નામના વ્યક્તિએ આ જીત હાંસલ કરી હતી. આ વ્યક્તિ કેટલો નસીબવાળો છે તેનું અનુમાન તેના પરથી લગાવી શકો છો કે લગભગ 30 કરોડ લોકોમાંથી કોઈ એકને આ લોટરી લાગવાની હતી. તે વ્યક્તિ અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી છે. લોટરીની શરત પ્રમાણે તે વ્યક્તિએ એકવારમાં કુલ પ્રાઈઝ મની લેવાનો નિર્ણય કર્યો. જો તે પ્રાઈઝ મનીને 29 વર્ષમાં ટુકડામાં લેત તો તેને પૂરી રકમ મળત. પરંતુ તેણે લગભગ 100 કરોડ ડોલર એટલે 8000 કરોડ રૂપિયા લઈને ગાયબ થઈ ગયો.

કાસ્ત્રોએ 8 નવેમ્બરે લોસ એન્જેલસની નજીક એક ગેસ સ્ટેશન પરથી લોટરી ખરીદી હતી. આ વિનર લોટરીને વેચનારા સ્ટોર માલિકને પણ એક મિલિયન ડોલરની રકમ મળશે. આ વિજેતાની ઓળખ ઘણા સમય ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ મંગળવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં તેના નામની જાહેરાત કરવામાં આવશે. જોકે કાયદાકીય રીતે લોટરી વિજેતાના નામને સાર્વજનિક કરવાનું હતું. કાસ્ત્રો આ ન્યૂઝ કોન્ફરન્સમાં સામેલ થયો ન હતો. કેમ કે તે પૈસા લઈને ગાયબ થઈ ગયો હતો. તેણે એક નાનું નિવેદન જાહેર કર્યુ હતું કે તે આ જીતને લઈને અત્યંત આશ્વર્યચકિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news