પાકિસ્તાનમાં મસ્જિદની અંદર વિસ્ફોટ, 15 લોકોના મોત
બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે સાંજે એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયાના સમાચાર છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે સાંજે એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયાના સમાચાર છે.
પાકિસ્તાનના અખબાર ડોન અનુસાર, અધિકારીઓએ કહ્યું કે, આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા, જેમાં 8 સૈનિક સામેલ છે. હુમલામાં 40 લોકોને ઈજા થયાના સમાચાર છે. એક આત્મઘાતી હુમલાખોરે શુક્રવારે સાંજે પિશિન બસ સ્ટોપની પાસે એક સૈન્ય ટ્રકને નિશાન બનાવવામાં આવ્યું હતું.
#UPDATE Balochistan: Ten persons, including a police officer, killed in a blast inside a mosque in Quetta today. #Pakistan https://t.co/0HwEUJLTMP pic.twitter.com/dsoDAwSmK0
— ANI (@ANI) January 10, 2020
બોમ ડિસ્પોઝલ સ્ક્વાયડના એક અધિકારીએ જણાવ્યું કે, મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ સેનાના ટ્રકની નજીક આવ્યો અને તેણે પોતાને ઉડાવી દીધો હતો. અસલમ તારેને કહ્યું કે, આત્મઘાતી હુમલામાં આશરે 25-30 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સેનાના ટ્રક સિવાય ઘણા વાહનોમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો આક્રમક હતો કે તેનો અવાજ શહેરમાં સંભળાયો હતો. ધમાકાની અસરથી આસપાસની બારીઓના કાચ પણ તૂટી ગયા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે તે મૃત્યુઆંક વધી શકે છે. આઠ લોકોની સ્થિતિ ગંભીર છે. સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ આતંકી હુમલાની નિંદા કરી છે. હાલ તો હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
નજરે જોનારા અને અધિકારીઓએ કહ્યું કે, આત્મઘાતી હુમલાખોર પોતાની બાઇક પર સેનાના ટ્રકની નજીક પહોંચી ગયો છે. તેણે ખિજક રોડ પર પિશિન સ્ટોપની પાસે પહોંચ્યો અને પોતાને ઉડાવી દીધો હતો. એક પ્રત્યેક્ષદર્શિએ જણાવ્યું કે, તેણે બચાવકર્મિઓને સળગતા ટ્રકમાંથી લાશને કાઢતા જોઈ છે. આગને કાબુમાં કરવા માટે ત્રણ ફાયર ટેન્કર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ ઘટના એટલી ભીષણ હતી કે તેને કાબુમાં કરતા વધુ સમય લાગ્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે