ભ્રષ્ટાચારમાં દોષી મરિયમની અનોખી કહાની, પિતાના સિક્યોરિટી ઓફિસર સાથે કર્યા હતા લગ્ન
28 ઓક્ટોબર 1973ના રોજ લાહોરમાં જન્મેલી મરિયમ નવાઝ શરીફે પોતાનું શરૂઆતી શિક્ષણ લાહોરમાં લીધું. ત્યારબાદ તે મેડિકલના શિક્ષણ માટે ઈંગ્લેન્ડની કિંગ એડવર્ડ મેડિકલ કોલેજમાં ગઈ.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મોટા નિર્ણયે નવાઝ શરીફ અને તેના પરિવારના રાજનીતિક ભવિષ્ય પર પ્રશ્નચિન્હ લગાવી દીધો છે. ખાસ કરીને તેની પુત્રી મરિયમ નવાઝ શરીફને લઈને આશંકાના વાદળો ઘેરાયેલા છે. 28 ઓક્ટોબર 1973ના રોજ લાહોરમાં જન્મેલી મરિયમ નવાઝ શરીફે પોતાનું શરૂઆતી શિક્ષણ લાહોરમાં લીધું. ત્યારબાદ તે મેડિકલના શિક્ષણ માટે ઈંગ્લેન્ડની કિંગ એડવર્ડ મેડિકલ કોલેજમાં ગઈ. પરંતુ ત્યાં પોતાની ડિગ્રી પૂર્ણ ન કરી શકી. કારણ કે પાકિસ્તાનમાં વિપક્ષના નેતાએ તેની એડમિશનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા.
બાદમાં મરિયમે પાકિસ્તાનમાં પોતાનું શિક્ષણ પૂરુ કર્યું. 1992માં તેણે 19 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા. તેણે પોતાના પિતાના સિક્યોરિટી ઓફિસર મુહમ્મદ સફદર અવાન સાથે લગ્ન કર્યા. તેને ત્રણ બાળકો છે.
2012માં તેણે પોતાનું રાજનીતિક કેરિયર શરુ કર્યું. 2013માં તેણે પોતાના પિતાના પ્રચારની તમામ જવાબદારી ઉપાડી. 2013માં તે પ્રાઇમ મિનિસ્ટર યૂથ પ્રોગ્રામની ચેયરપર્સન બની. અહીં પણ વિવાદ થયો. વિપક્ષે તેની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા અને તેણે ખુરશી છોડવી પડી.
Marriage is a sacred vow. 25th December marked our 24th wedding anniversary. pic.twitter.com/Bnh745YiB4
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) December 25, 2016
Rukhsati ..... Baap ki duaaon ke saaye main ❤️ pic.twitter.com/hM7ysope20
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) December 25, 2016
2016માં મરિયમ નવાઝે પોતાના લગ્નની 24મી વર્ષગાંઠ પર પોતાનો ફોટો શેર કર્યો હતો. તેમાં તેણે પોતાના નિકાહ અને વિદાયની ક્ષણને યાદ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે