મેહુલ ચોકસીએ ગર્લફ્રેન્ડને પણ છેતરી, પ્રેમનું નાટક કરી ગિફ્ટમાં આપ્યા નકલી બ્રેસલેટ અને વીંટી

બારબરાએ કહ્યું કે ચોકસીની મારી સાથે દોસ્તી થઈ હતી અને પછી તે મને ફ્લર્ટ કરવા લાગ્યો હતો. મને ડાયમંડ રિંગ્સ અને બ્રેસલેટ પણ આપ્યા હતા, જે નકલી હતા. 

મેહુલ ચોકસીએ ગર્લફ્રેન્ડને પણ છેતરી, પ્રેમનું નાટક કરી ગિફ્ટમાં આપ્યા નકલી બ્રેસલેટ અને વીંટી

નવી દિલ્હીઃ ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ કહેવાતી બારબરા જરાબિકાએ દાવો કર્યો છે કે તેની સાથે ફ્લર્ટ થયું. બારબરાનું કહેવું છે કે મેહુલ ચોક્સીએ મારી સાથે ફ્લર્ટ કર્યું અને તેને નકલી હીરાની વીંટી ભેટમાં આપી હતી. બારબરાનું કહેવું છે કે તે પાછલા વર્ષે જ્યારે એન્ટીગુઆ ગઈ હતી ત્યારે મેહુલ ચોકસી સાથે તેનો પરિચય થયો હતો ભાગેડુ હીરા કારોબારી પોતાનું નામ રાજ જણાવ્યું હતું. એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં બારબરાએ આ દાવો કર્યો છે. બારબરાએ કહ્યું- હું ચોકસીની મિત્ર હતી. તેણે મને તેનું નામ રાજ જણાવ્યું હતું અને પાછલા વર્ષે હું જ્યારે એન્ટીગુઆ ગઈ હતી ત્યારે તેનો મારી સાથે સંપર્ક થયો હતો. 

બારબરાએ કહ્યું કે ચોકસીની મારી સાથે દોસ્તી થઈ હતી અને પછી તે મને ફ્લર્ટ કરવા લાગ્યો હતો. મને ડાયમંડ રિંગ્સ અને બ્રેસલેટ પણ આપ્યા હતા, જે નકલી હતા. એટલું જ નહીં બારબરાએ કહ્યું કે મેહુલ ચોકસીના પરિવાર અને વકીલો તરફથી કારણ વગર તેનું નામ લેવામાં આવી રહ્યું છે. આ કેસમાં મિસ્ટ્રી વુમન કહેવાતી બારબરાએ કહ્યું કે, મેહુલ ચોકસીના અપહરણ સાથે મારે કોઈ લેવાદેવા નથી. મહત્વનું છે કે મેહુલ ચોકસીએ વકીલો દ્વારા દાવો કર્યો છે કે તેનું એન્ટીગુઆથી અપહરણ થયું હતું. એટલું જ નહીં ચોકસીએ દાવો કર્યો કે, 8થી 10 લોકોએ તેને કિડનેપ કર્યો, જેમાં બારબરા પણ સામેલ હતી. 

બારબરા બોલી, આરોપ લાગવાથી હું અને પરિવાર તણાવમાં
તો મેહુલ ચોકસીના આરોપોનું ખંડન કરતા બારબરાએ કહ્યું કે તેનું નામને ઘસેટવામાં આવી રહ્યું છે. તેના કારણે તે અને તેનો પરિવાર તણાવમાં છે. એન્ટીગુઆ પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તેનું બારબરા જરાબિકાના ઘરેથી અપહરણ થયું હતું. ત્યારબાદ એક હોડીમાં તેને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો. એટલું જ નહીં ચોકસીએ દાવો કર્યો કે, તેને હોડીમાં લાવવામાં આવ્યો તેમાં ભારતીય મૂળના બે લોકો સવાર હતા. ચોકસીનું કહેવું છે કે બારબરાએ તેના સ્ટાફ સાથે મિત્રતા કરી લીધી હતી અને સાંજે વોકિંગ દરમિયાન સાથે રહેતી હતી. 

બારબરાના નિવેદનથી ખોટી સાહિત થાય છે ચોકસીની કહાની
ચોકસીએ દાવો કર્યો કે 26 મેની સાંજે તે બારબરાના ઘર પર પહોંચ્યો તો ત્યાં હાજર 8થી 10 લોકોએ તેને માર માર્યો. તે લોકોનું કહેવું હતું કે તે એન્ટીગુઆ પોલીસના વ્યક્તિ છે. ચોકસીએ કહ્યુ કે, તે લોકો તેને પોલીસ સ્ટેશન લઈ જશે. તેના પર મેં જ્યારે વકીલ સાથે વાત કરાવવાનો પ્રયાસ કર્યો તો મને માર મારવામાં આવ્યો. ભલે મેહુલ ચોકસી કિડનેપિંગની વાત કરી રહ્યો હોય પરંતુ બારબરાનું નિવેદન તે વાતને ખોટી સાબિત કરી રહ્યું છે. જે બારબરાનો હાથ તે અપહરણમાં હોવાનું કરી રહ્યો છે તે યુવતીએ કહ્યું કે, ચોકસીએ તેનું સાથે ફ્લર્ટ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news