PHOTOS: ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, હાથ પર ઈજાના નિશાન?

PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ડોમિનિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની કેટલીક તસવીરો મીડિયા સામે આવી છે.

PHOTOS: ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, હાથ પર ઈજાના નિશાન?

નવી દિલ્હી: PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ડોમ્નિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની કેટલીક તસવીરો મીડિયા સામે આવી છે. જેમાં તેના શરીર પર ઈજાના નિશાન છે. આ મામલે ચોક્સીના વકીલોનો દાવો છે કે મેહુલ ચોક્સી સાથે મારપીટ થઈ છે. 

જો કે જે તસવીરો પબ્લિક ડોમીનમાં સામે આવી છે તેમાં તેઓ લોકઅપ જેવા સળિયા પાછળ છે અને પોતાના હાથ પર થયેલી ઈજા દેખાડી રહ્યો છે. તેની ડાબી આંખ પણ લાલ જોવા મળે છે. તેના હાથ અને કાંડા પર ઈજા જોવા મળે છે. 

વકીલે તપાસની માગણી કરી
ચોક્સીના વકીલે દાવો કર્યો કે 'મેહુલ ચોક્સીનું એન્ટીગુઆથી જબરદસ્તીથી અપહરણ કરવામાં આવ્યું. તેમની પીટાઈ થઈ અને ત્યારબાદ તેમને ડોમિનિકા લઈ જવાયો. તેને કાનૂની અધિકારોથી પણ વંછિત રાખવામાં આવી રહ્યા છે.' મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પોતાના ક્લાયન્ટ સાથે 'ટોર્ચર' કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આખરે તે ડોમિનિકા કેવી રીતે પહોંચ્યા તેની તપાસ થવી જોઈએ. અગ્રવાલના જણાવ્યાં મુજબ તેમના ક્લાયન્ટની લીગલ ટીમે ડોમિનિકાની કોર્ટમાં મેહુલ ચોક્સી માટે Habeas corpus petition દાખલ કરી છે. 

અઠવાડિયા પહેલા ગાયબ થયો હતો મેહુલ ચોક્સી
ચોક્સી એન્ટીગુઆના તેના ઘરેથી 23મી મેના રોજ સાંજે અચાનક ગૂમ થઈ ગયો હતો. તેના ગૂમ થવાની ફરિયાદ પણ કરાઈ હતી. ત્યારબાદ અચાનક 26મી મેના રોજ તે ડોમિનિકામાં ઝડપાયો. ત્યારે ચર્ચાઓ થઈ રહી હતી કે તે ક્યૂબા ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ પકડાઈ ગયો. તેને ભારત મોકલવાની ચર્ચા પણ તેજ હતી. પરંતુ ડોમિનિકા સરકારે સ્પષ્ટ કર્યું કે તેને એન્ટીગુઆને જ સોંપવામાં આવશે. 

(Photo credit - Antigua News Room) pic.twitter.com/w4ivFxL3ms

— ANI (@ANI) May 29, 2021

ભારતીય એજન્સીઓની કોશિશ ચાલુ
જાન્યુઆરી 2018 દરમિયાન પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડના કૌભાંડનો ખુલાસો થયો હતો. આ કેસમાં 30 જાન્યુઆરી 2018ના રોજ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી. પરંતુ તે પહેલા જ મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડી ભાગી ગયા. સીબીઆઈ સહિત ભારતીય એજન્સીઓ સતત બંનેના પ્રત્યાર્પણ માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ચોક્સી અને નીરવ મોદી અલગ અલગ જગ્યાએ ઠેકાણા બદલતા રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news