Moon પર હશે વાઇ-ફાઇ નેટવર્ક, ધરતી પર નહી થાય ઇન્ટરનેટની સમસ્યા
નાસા (NASA) ના ગ્લેન રિસર્ચ સેન્ટરમાં ડાયરેક્ટર મૈરી લોબોએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે આ Artemis ના હેઠળ ચંદ્રમા પર અંતરિક્ષ યાત્રીઓને મોકલવામાં આવનાર પડકારોને દૂર કરવાની સાથે આપણા સમાજમાં વધતી જતી સમસ્યાઓનું સમાધાન શોધવાની શાનદાર તક છે.
Trending Photos
વોશિંગટન: અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) ચંદ્રમા (Moon) પર વાઇ-ફાઇ નેટવર્ક સ્થાપિત કરવા પર વિચાર કરી રહી છે. સ્પેસ એજન્સીના એક નવા સ્ટડીમાં આ વાત સામે આવી છે. તેનાથી અમેરિકાના કેટલાક ભાગમાં ઇન્ટરનેટની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે. સાથે જ તેનાથી ભવિષ્યના Artemis મિશનોમાં પણ સહયોગ મળશે.
સારા કનેક્શનની જરૂરીયાત
વાઇ-ફાઇ પ્રોગ્રામને લઇને સ્ટડી નાસા (NASA) ની કમ્પાસ લેબએ કરી છે. 'બિઝનેસ ઇનસાઇડર' ના રિપોર્ટ અનુસાર કમ્પાસ લેબના સ્ટીવ ઓલ્સનએ કહ્યું કે આર્ટેમિસ બેસકેમ્પ સાથે જોડાયેલા ક્રૂ, રોવર્સ, વિજ્ઞાન અને ખનન ઉપકરણોને પૃથ્વીથી સંપર્કમાં રહેવા માટે એક સારા કનેક્શનની જરૂરિયાત રહેશે. એટલા માટે સ્ટડી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નાસા (NASA) ના ગ્લેન રિસર્ચ સેન્ટરમાં ડાયરેક્ટર મૈરી લોબોએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે આ Artemis ના હેઠળ ચંદ્રમા પર અંતરિક્ષ યાત્રીઓને મોકલવામાં આવનાર પડકારોને દૂર કરવાની સાથે આપણા સમાજમાં વધતી જતી સમસ્યાઓનું સમાધાન શોધવાની શાનદાર તક છે.
આર્ટેમિસ પ્રોગ્રામનું મિશન 1972 બાદ પહેલીવાર માનવને ચંદ્રમા પર મોકલવાનો છે. પ્રોગ્રામ હેઠળ 2021 માં ચંદ્રમા પર એક માનવરહિત મિશનને લોન્ચ કરવાની યોજના છે. તો બીજી તરફ 2023 માં આ પ્રોગ્રામ હેઠળ ચંદ્રમા લગભગ ચાલક દળને મોકલવા અને 2024 માં માનવને ચંદ્રમા પર ઉતારવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.
ડિજિટલ ડિવાઇડને દૂર કરવાનો પ્રયત્ન
નાસાએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ડિજિટલ ડિવાઇડ અને સારી ઇન્ટરનેટ સેવા સુધી પહોંચવાની ખોટ અમેરિકામાં ફેલાયેલી છે. આ એક સામજિક આર્થિક ચિંતા છે, જે કોવિડ 19 મહામારી બાદ વધુ વધી ગઇ છે.
નેશનલ ડિજિટલ ઇનક્લૂજન એલાયન્સના એક રિપોર્ટ અનુસાર કલીવલેંડના લગભગ 31 ટકા ઘરોમાં બ્રોડબેંડની સુવિધા નથી.
નાસાનું 'મૂન મિશન'
આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સ્પેસ એજન્સી ચંદ્રને લઇને પોતાના આગામી 'મૂન મિશન' શરૂઆતા કરવા જઇ રહી છે. આ મિશનનું લક્ષ્ય ચંદ્રની સપાટી પર એક સ્થાયી ક્રૂ સ્ટેશનનું નિર્માણ કરવાનું છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર Golf cart ના આકારનો એક Robotic Rover લેડ કરાવશે. આ રોવરનું નામ VIPER (Volatiles Investigating Polar Exploration Rover) છે. નાસાના રોવર ચંદ્રમાની સપાટી પર 100 દિવસ સુધી જળ સ્ત્રોતની શોધ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે