પાકિસ્તાન માટે નિર્ણાયક ઘડી, FATF બ્લેક લિસ્ટ કરશે કે ગ્રે લિસ્ટમાં રહેશે? આજે જાહેર થશે
Trending Photos
નવી દિલ્હી: પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં આજે પાકિસ્તાન પર નિર્ણય લેવાશે. ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ કેસ સંબંધિત ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ સાબિત ગયેલા પાકિસ્તાન પર બ્લેક લિસ્ટ થવાનો જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ચીન, તુર્કી, અને મલેશિયાના સપોર્ટના કારણે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જળવાઈ રહે તેવી શક્યતા વધુ છે.
વાત જાણે એમ છે કે ચીન, મલેશિયા અને તુર્કી પાકિસ્તાનની સાથે છે. આવામાં તે બ્લેક લિસ્ટ થતા બચી શકે તેમ છે. આર્થિક મામલાના મંત્રી હમ્માદ અઝહરના નેતૃત્વમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળની બેઠકમાં કહેવાયું કે પાકિસ્તાને 27માંથી 20 પોઈન્ટમાં સકારાત્મક પ્રગતિ કરી છે. એફએટીએફએ પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાં અને અનેક ક્ષેત્રોમાં તેની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.
જ્યારે ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાને બિરદાવ્યાં તો ભારતે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની ભલામણ કરી છે. ભારતનું કહેવું છે કે તેણે હાફિઝ સઈદને તેના ફ્રિઝ ખાતામાંથી પૈસા કાઢવાની મંજૂરી આપી છે.
જુઓ LIVE TV
36 દેશોવાળા એફએટીએફ ચાર્ટર મુજબ કોઈ પણ દેશે બ્લેક લિસ્ટ થતા બચવા માટે ઓછામાં ઓછા 3 દેશોનું સમર્થન મેળવવું જરૂરી બને છે. પાકિસ્તાન હાલ ગ્રે લિસ્ટ (વોચ લિસ્ટ)માં છે અને તે તેમાંથી બહાર આવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. એફએટીએફએ મની લોન્ડરિંગ અને આતંકી ફંડિંગ વિરુદ્ઘ કાર્યવાહી પૂરી કરવા માટે તેને ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે