Odysseus: અમેરિકા 50 વર્ષ બાદ ફરી ચંદ્રમા પર પહોંચ્યુ, પ્રાઈવેટ કંપનીએ લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ 1972માં છેલ્લીવાર ચંદ્રમા સંલગ્ન કોઈ મિશનને ચંદ્રની સપાટી પર ઉતાર્યું હતું. અને હવે 50 વર્ષ બાદ એકવાર ફરીથી અમેરિકી લેન્ડર ચંદ્રમા પર પહોંચ્યું છે. આ એક પ્રાઈવેટ કંપનીનું સ્પેસક્રાફ્ટ ઓડીસિયસ છે.
Trending Photos
અમેરિકા એકવાર ફરીથી ચંદ્રમા પર પહોંચ્યું છે. લગભગ 50 વર્ષ બાદ એક અમેરિકી અંતરીક્ષ યાન ચંદ્રમાની સપાટી પર ઉતર્યું છે. 1972માં છેલ્લે એપોલો મિશન બાદ અમેરિકામાં બનેલું કોઈ અંતરીક્ષ યાન હવે ચંદ્રમાની સપાટીએ પહોંચ્યુ છે. ચંદ્ર પર ઉતરનારા આ અંતરીક્ષ યાનનું નામ ઓડીસિયસ કે ઓડી છે. તે છ પગવાળું એક રોબોટ લેન્ડર છે. જે ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 4.30 વાગે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે માલાપર્ટ એ નામના ક્રેટરમાં ઉતર્યું. ચંદ્રનો દક્ષિણી ધ્રુવ એ જ હિસ્સો છે જેની નજીક ભારતનું ચંદ્રયાન 3નો વિક્રમ લેન્ડર પણ ઉતર્યુ હતું.
લેન્ડિંગ બાદ સિગ્નલની પુષ્ટિ થતા જ મિશનના ડાયરેક્ટર ડો. ટિમ ક્રેને કહ્યું કે હ્યુસ્ટન, ઓડીસિયસને પોતાનું નવું ઘર મળી ગયું છે. નાસાના સહયોગથી આ એક પ્રાઈવેટ કંપનીએ બનાવ્યું છે. ઈન્ટુએટિવ મશીન્સના સીઈઓ સ્ટીવ અલેમસે કહ્યું કે મને ખબર છે કે આ એક મુશ્કેલ હતું, પરંતુ અમે સપાટી (ચંદ્રમાની) પર ચીએ. અમે ટ્રાન્સમિટ કરી રહ્યા છીએ. ચંદ્ર પર તમારું સ્વાગત છે. નાસાના પ્રશાસક બિલ નેલ્સને એક વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આપણે ચંદ્રમાને મેળવી લીધા. અડધી સદી બાદ અમેરિકા પાછું ચંદ્રમા પર પહોંચ્યુ છે.
પ્રાઈવેટ કંપનીએ મોકલ્યું લેન્ડર
આ સમગ્ર મિશન એક પ્રાઈવેટ કંપનીનું છે. પરંતુ નાસાએ પોતાના વૈજ્ઞાનિક ઉપકરણો અને ટેકનોલોજીને ચંદ્રમા સુધી લઈ જવા માટે તેને ફંડ કર્યું. આ લેન્ડર સાથે મોકલવામાં આવેલા નાસાના પેલોડ ચંદ્રમાની સપાટીની સાથે સાથે અંતરીક્ષ હવામાન, રેડિયો ખગોળ વિજ્ઞાન અને ભવિષ્યના લેન્ડરો માટે ચંદ્રમાનો ડેટા ભેગો કરશે. નાસાનો લક્ષ્ય છે કે એકવાર ફરીથી માણસોને ચંદ્રમા પર મોકલવામાં આવે. આથી આ મિશન ખુબ મહત્વપૂર્ણ છે. જો કે ઓડિસીયસના એક મહિના પહેલા અન્ય એક પ્રાઈવેટ કંપનીનું મિશન નિષ્ફળ ગયું હતું.
જાપાન અને ભારત પણ પહોંચ્યા છે
અમેરિકાની એસ્ટ્રોબોટિક ટેક્નોલોજીએ જાન્યુઆરીમાં પેરેગ્રીન લેન્ડર સાથે ચંદ્રમા પર ઉતરવાની કોશિશ કરી હતી. પરંતુ લોન્ચિંગના થોડા સમય બાદ જ તેમાં લીકની સમસ્યા જોવા મળી. ત્યારબાદ આ અંતરીક્ષ યાન ધરતીની કક્ષામાં પાછું ફર્યુ અને બળી ગયું. આ અગાઉ જાપાન પણ ચંદ્રમા પર લેન્ડિંગ કરી ચૂક્યું છે. જાન્યુઆરી 2024માં જાપાન સફળ પિનપોઈન્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું. જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન પણ ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું. ઓડીસિયસ 15 ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડાથી લોન્ચ થયું હતું અને હાઈ સ્પીડથી ચંદ્રમા પર પહોંચ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે