ભારત કરતાં પણ પાકિસ્તાન અને ચીન પાસે વધુ છે પરમાણું હથિયાર, છતાં નથી કોઇ ચિંતા

ભારત પરમાણું હથિયાર મામલે ભલે પાકિસ્તાન અને ચીન કરતાં પાછળ છે. પરંતુ ભારતના ન્યૂક્લિયર હથિયાર વધુ શક્તિશાળી હોવાનો વિદેશી એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરાયો છે. 

  • પરમાણું હથિયારની સંખ્યા મામલે પાકિસ્તાન અને ચીન આગળ
  • જોકે, ભારતના પરમાણું હથિયાર વધુ શક્તિશાળી હોવાનો દાવો
  • વિદેશી એજન્સીના લેટેસ્ટ રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો ખુલાસો

Trending Photos

ભારત કરતાં પણ પાકિસ્તાન અને ચીન પાસે વધુ છે પરમાણું હથિયાર, છતાં નથી કોઇ ચિંતા

નવી દિલ્હી : પરમાણું હથિયારોની વાત કરીએ તો ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ જથ્થો હોય પરંતુ પાવર અને મારક શક્તિ મામલે ભારતનો કોઇ જવાબ નથી. આ દાવો ભારત સરકાર કે મીડિયાનો નથી પરંતુ વિદેશી એજન્સીનો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સીપરી)ના તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલા અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો કરાયો છે. આ એજન્સી દ્વારા કહેવાયું છે કે, ભલે પાકિસ્તાન અને ચીન પરમાણું શસ્ત્રો મામલે સંખ્યાની દ્રષ્ટિએ આગળ હોય પરંતુ તાકાતની સરખામણીએ ભારત આગળ કંઇ ન આવે. 

સીપરીના આ રિપોર્ટ અનુસાર ચીન પાસે ભારત કરતાં બમણા પરમાણું હથિયાર છે તો પાકિસ્તાન પાસે પણ ભારત કરતાં વધુ પરમાણું હથિયાર છે. રિપોર્ટ અનુસારા ચીન પાસે અંદાજે 280 ન્યૂક્લિયર વોરહેડ છે. પાકિસ્તાન પાસે 140-150 વચ્ચે પરમાણું હથિયારો છે તો ભારત પાસે માત્ર 130-140 પરમાણું હથિયાર છે. 

જોકે સંખ્યાબળ ઓછું હોવાને લઇને ભારત પરમાણું હથિયાર મામલે પાછળ છે એવું નથી. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, હથિયારોની સંખ્યા ઓછી હોવા છતાં ભારત આ મામલે આ બંને દેશ કરતાં વધુ પાવરફૂલ અને સક્ષમ છે. ભારતીય રક્ષા સુત્રોના અનુસાર ભારત આ આંકડાઓને લઇને સહેજ પણ પરેશાન નથી કારણ કે ભારત પાસે જે છે એ આ બંને દેશ કરતાં વધુ ચોટદાર અને શક્તિશાળી છે. ભારતીય હથિયારોની મારક શક્તિ વધુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news