પાકિસ્તાની સંસદમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક ગુંજ્યું, ‘ઇમરાન શરમ કરો’ના લગ્યા નારા
નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી પીઓકેથી 80 કિમી અંદર ધૂસી બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇકની ગુંજ પાકિસ્તાનની સંસદમાં પણ સંભળાઇ છે. પાક સંસદમાં કાર્યવાહી શરૂ થયા બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નીતિઓ પર સવાલ ઉભા થતા વિપક્ષી સાંસદોએ ઇમરાન ખાન-‘શરમ કરો, શરમ કરો’ના નારા લાગ્યા હતા. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ મંગળવારે કહ્યું કે ભારતે અમારી સીમામાં ઘૂસી હુમલો કર્યો છે. પાકિસ્તાને કહ્યું કે નિયંત્રણ રેખાના ઉલ્લંઘન કરી ભારતે ‘ઉશ્કેરણી’ ભરી કાર્યવાહી કરી છે અને ઇસ્લામાબાદને ‘જવાબ આપવાનો હક છે.’ ભારતીય વાયુસેના લડાકુ વિમાનો દ્વારા મંગળવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પર કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ બાદ કુરેશી આ નિવેદન આપ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગંભીર હાલાત પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
Trending Photos
ઇસ્લામાબાદ: નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી પીઓકેથી 80 કિમી અંદર ધૂસી બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇકની ગુંજ પાકિસ્તાનની સંસદમાં પણ સંભળાઇ છે. પાક સંસદમાં કાર્યવાહી શરૂ થયા બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નીતિઓ પર સવાલ ઉભા થતા વિપક્ષી સાંસદોએ ઇમરાન ખાન-‘શરમ કરો, શરમ કરો’ના નારા લાગ્યા હતા. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ મંગળવારે કહ્યું કે ભારતે અમારી સીમામાં ઘૂસી હુમલો કર્યો છે. પાકિસ્તાને કહ્યું કે નિયંત્રણ રેખાના ઉલ્લંઘન કરી ભારતે ‘ઉશ્કેરણી’ ભરી કાર્યવાહી કરી છે અને ઇસ્લામાબાદને ‘જવાબ આપવાનો હક છે.’ ભારતીય વાયુસેના લડાકુ વિમાનો દ્વારા મંગળવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પર કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ બાદ કુરેશી આ નિવેદન આપ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગંભીર હાલાત પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
ભારત દ્વારા આ હવાઇ હુમલા જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલાના 12 દિવસ બાદ કરવામાં આવ્યું છે. પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના હુમલામાં 40 જવાનો શહી થયા છે. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું કે ભારતે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે અને પાકિસ્તાનને જવાબ આપવાનો હક છે.
વિદેશ મંત્રાલયમાં વિચાર-વિમર્શ માટે આયોજિક ઉચ્ચાધિકારીઓની ‘તત્કાલ બેઠક’ બાદ કુરેશીએ પત્રકારોને જણાવ્યું કે, પહેલા તો તેમણે આજે પાકિસ્તાનની સામે ઉશ્કેરણી ભરી કાર્યવાહી કરી છે. આ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન છે. હું તેને નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન માનું છે અને પાકિસ્તાનને આત્મરક્ષા માટે સચોટ જવાબ આપવાનો હક છે.
વિદેશ મંત્રાલયમાં બેઠક બાદ કુરેશીએ પ્રધાનમંત્રી ખાનને તેની જાણકારી આપી છે. આ પહેલા પાકિસ્તાનની સેનાએ મંગળવારે આરોપ લગાવ્યો છે કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)નું ઉલ્લંઘન કર્યું છે.
સેનાની મીડિયા શાખા અંતર-સેવા જન સંપર્ક (આઇએસપીઆર)ના ડિરેક્ટર જનરલ મેજર જનરલ ઓસિફ ગફુરે ટ્વિટ કર્યું છે. ભારતીય વાયુસેનાના વિમાન મુઝફ્ફરાબાદ સેક્ટરથી ધૂસ્યા. પાકિસ્તાની વાયુસેના તરફથી સમય પર વધુ પ્રભાવી જવાબ મળ્યા બાદ તેઓ તત્કાલીકમાં તેમના બાલાકોટની નજીકથી બહાર નિકળી ગયા હતા. જાનમાલનું કોઇ નુકસાન થયું નથી.
તેમણે લખ્યું છે કે, ‘ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વાયુસેનાએ તત્કાલીક જવાબ આપ્યો છે. ભારતીય વિમાન પરત ફર્યા.’
કલાકો બાદ આઇએસપીઆરે કહ્યું કે ભારતીય વિમાન મુઝફ્ફરાબાદ સેક્ટરમાં નિયંત્રણ રેખાની અંદર પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં માત્ર ત્રણ-ચાર કિલોમીટર અંદર ઘૂસ્યા હતા. આઇએસપીઆરનું કહેવું છે કે, ‘ઉતાવડમાં પરત ફરતા વિમાનોએ જે બોમ્બ બ્લાસ્ટ કર્યા તે ખાલી મેદાનો પર કર્યા છે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નુકસાન પહોંચાડ્યું નથી. કોઇ જાનહાની થઇ નથી. ટેકનિકલી જાણકારી અને અન્ય મહત્વપૂર્ણ સુચનાઓ ટુંક સમયમાં મળશે.’
વધુમાં વાંચો: Pokમાં ભારતીય વાયુસેનાએ આતંકી કેમ્પોને ‘ઇન બોમ્બ’થી કર્યા નષ્ટ, ઓપરેશનનું કર્યું વીડિયો રેકોર્ડિંગ
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના પ્રમુખ નેતા સીનેટર શેરી રહેમાને કહ્યું કે ભારત દ્વારા નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન ‘ખોટુ પગલું’ છે. તેમણે કહ્યું કે, આવા પગલાઓથી ક્ષેત્રમાં ગુસ્સા દ્વારા અશાંતિ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણીની વાતચીતના વિકલ્પને નુકસાન પહોંચી રહ્યું છે. ભારતની શાસક પક્ષને યુદ્ધ તરફ દોરવા કરતાં ચૂંટણી જીતવાની કોઈ બીજી રીત નથી. આ વચ્ચે પાકિસ્તાની મીડિયામાં સમાચાર આવી રહ્યાં છે કે ભારત સરકારે ઘરેલુ દબાણમાં આવી આ સાંકેતિક હુમલો કર્યો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ મામલે કોઇ પ્રકારની ટિપ્પણી કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે