Pakistan: રશિયાએ પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને જે મળી રહ્યું છે તેવી જ માંગણી કરી હતી પાકિસ્તાને
Cheap Russian Oil: પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્યમંત્રી મુસાદિક મલિકના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ 29 નવેમ્બરે રશિયા ગયું હતું.આ પ્રતિનિધિ મંડળે રશિયાના પ્રતિનિધિ મંડળને મળીને માંગણી કરી કે જે રીતે ભારતને રશિયા લાભ આપે છે તે જ રીતે પાકિસ્તાનને પણ મળવો જોઈએ. પણ રશિયાએ તેની સ્પષ્ટપણે ના પાડી દીધી. જાણો શું છે મામલો.
Trending Photos
Russia Said No To Pakistan: પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ સહિત અનેક ચીજોના ભાવ આકાશે આંબી રહ્યા છે. જનતા હેરાન પરેશાન છે. શાહબાજ શરીફ પણ માથું ખંજવાળી રહ્યા છે કે આ મોંઘવારીને કેવી રીતે પહોંચવું. ભારતનું જોઈને શરીફ સરકારે પણ પોતાના પ્રતિનિધિ મંડળને રશિયા મોકલ્યું અને ભારતની જેમ સસ્તું તેલ આપવાનો આગ્રહ કર્યો. પરંતુ રશિયાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો. રશિયાએ પાકિસ્તાનની માંગણી ઠુકરાવી દીધી અને કહ્યું કે તે બાકી દેશોને જે રીતે ઓઈલ વેચવામાં આવે છે તે કિંમતે જ તે પાકિસ્તાને પોતાનું ઓઈલ વેચશે.
29 નવેમ્બરે રશિયા ગયું હતું પાકિસ્તાની ડેલિગેશન
રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્યમંત્રી મુસાદિક મલિકના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ 29 નવેમ્બરે રશિયા ગયું હતું. આ પ્રતિનિધિમંડળે બુધવારે રશિયાના અધિકારીઓ સાથે વાતચીતમાં સસ્તા ભાવે ઓઈલ આપવાનો આગ્રહ કર્યો. પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું કે તેમને પણ ભારતની જેમ ભાવમાં 40 ટકાની છૂટ સાથે ઓઈલ આપવું જોઈએ. રશિયાના અધિકારીઓએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની વાત તો ધ્યાનથી સાંભળી પણ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. ગુરુવારે રશિયાના અધિકારીઓએ ભારતની જેમ ભાવમાં 40 ટકા ડિસ્કાઉન્ટ પર ઓઈલ વેચવાની માંગણી ફગાવી દીધી.
ભારતની જેમ સસ્તું ઓઈલ મેળવવાની આશા તૂટી
રશિયાએ પાકિસ્તાની ડેલિગેશનને સ્પષ્ટપણે કહ્યું કે જે ભાવે તે બીજા દેશોને પોતાનું ઓઈલ વેચે છે તે જ ભાવે તે પાકિસ્તાનને વેચશે. જો કે રશિયાએ સસ્તું ઓઈલ આપવાની પાકિસ્તાનની માંગણી પર વિચાર કરવાનું આશ્વાસન પણ આપ્યું. કહ્યું કે તે ડિપ્લોમેટિક રીતે આ અંગે તેને માહિતગાર કરશે. રશિયા તરફથી માંગણી ફગાવવામાં આવ્યા બાદ નિરાશ થયેલું ડેલિગેશન પાકિસ્તાન પરત ફર્યું.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ભારતની સ્માર્ટ રણનીતિથી પાકિસ્તાની નેતા પરેશાન
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન હાલ પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ચીજોના સતત વધી રહેલા ભાવથી પરેશાન છે. પાકિસ્તાની ડેલિગેશનને આશા હતી કે ભારતની જેમ તેને પણ 40 ટકા છૂટ સાથે ઓઈલ મળે તો તેમની ડગુમગુ અર્થવ્યવસ્થાને કઈક મદદ મળશે. પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ નહીં. બીજી બાજુ ભારત રશિયા પાસેથી સસ્તું ઓઈલ મેળવીને મોંઘવારીનો બોજ ઘટાડવામાં સફળ રહ્યું છે એટલું જ નહીં રશિયાના ઓઈલથી વેક્યુમ ગેસોલીન (VGO) બનાવીને તે અમેરિકા અને પશ્ચિમી દશોને નિકાસ કરી વિદેશી મુદ્રા પણ કમાઈ રહ્યું છે. ભારતની આ સ્માર્ટ રણનીતિથી પાકિસ્તાની નેતાઓની આંખો પહોળી થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે