PAKનું ભયંકર આતંકી ષડયંત્ર, ISI ખાલિસ્તાન સમર્થક ગ્રુપને આપી રહ્યું છે ઓનલાઈન ટ્રેનિંગ
ગુપ્તચર સૂત્રોના હવાલે માહિતી મળી છે કે પાકિસ્તાન (Pakistan) ભારતમાં મોટા આતંકી હુમલા (Terrorist Attack) ને અંજામ આપવા પંજાબમાં ખાલિસ્તાન સમર્થક (Khalistan) આતંકીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યું છે. ગુપ્તચર અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) પ્લાન K2 (કાશ્મીર-ખાલિસ્તાન નેક્સસ) હેઠળ ભારતમાં આતંકી હુમલાઓની યોજનાઓ બનાવીને તેને અંજામ આપવાની ફીરાકમાં છે.
Trending Photos
નવી દિલ્હી: ગુપ્તચર સૂત્રોના હવાલે માહિતી મળી છે કે પાકિસ્તાન (Pakistan) ભારતમાં મોટા આતંકી હુમલા (Terrorist Attack) ને અંજામ આપવા પંજાબમાં ખાલિસ્તાન સમર્થક (Khalistan) આતંકીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યું છે. ગુપ્તચર અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) પ્લાન K2 (કાશ્મીર-ખાલિસ્તાન નેક્સસ) હેઠળ ભારતમાં આતંકી હુમલાઓની યોજનાઓ બનાવીને તેને અંજામ આપવાની ફીરાકમાં છે.
આ અહેવાલથી એવા પણ સંકેત મળ્યા છે કે પંજાબમાં ખાલિસ્તાન સમર્થિત તત્વો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તેઓ પાકિસ્તાન આધારિત આતંકી જૂથ પાસેથી ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યાં છે. જેમાં વિસ્ફોટક બનાવવાની યોજના અને આતંકી હુમલાને અંજામ આપવાની યોજના પણ સામેલ છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
ગુપ્તચર ઈનપુટ મુજબ પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ એજન્ટ પંજાબ(Punjab) માં એક્ટિવ ખાલિસ્તાન મોડ્યુલને વિસ્ફોટક બનાવવા માટે ફંડિંગ પણ કરી રહ્યાં છે.
પંજાબ આધારિત કટ્ટરપંથી હવે પાકિસ્તાન આઈએસઆઈ દ્વારા સક્રિય થયા છે. ગુપ્તચર સૂત્રોએ ઓસ્ટ્રેલિયા અને ઈટાલીમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતમાં ખાલિસ્તાની ગતિવિધિઓને વધારવાની દાનતના પણ સંકેત આપ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે