OMG! પાળતું અજગર રોજ વીંટળાઈને સૂઈ જતો હતો, ઈરાદો જાણીને મહિલાના તો હોશ ઉડી ગયા
લોકોમાં જાનવરોને પાળવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધતો જાય છે. લોકો શ્વાન કે બિલાડી જેવા નાના પ્રાણીથી લઈને અજગર, સિંહ, ચીત્તા જેવા ખતરનાક ખૂંખાર જાનવરોને પણ પાળવાનો શોખ ધરાવતા હોય છે. હવે તમને વિચાર આવતો હશે કે આવા ખૂંખાર જાનવરોને પાળવા એ મોતને આમંત્રણ આપવા જેવું બની જાય. અહીં જે કિસ્સો તમને જણાવવા જઈ રહ્યા છે તે જાણીને તો આ વાત સાચી પણ લાગે.
Trending Photos
લોકોમાં જાનવરોને પાળવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધતો જાય છે. લોકો શ્વાન કે બિલાડી જેવા નાના પ્રાણીથી લઈને અજગર, સિંહ, ચીત્તા જેવા ખતરનાક ખૂંખાર જાનવરોને પણ પાળવાનો શોખ ધરાવતા હોય છે. હવે તમને વિચાર આવતો હશે કે આવા ખૂંખાર જાનવરોને પાળવા એ મોતને આમંત્રણ આપવા જેવું બની જાય. અહીં જે કિસ્સો તમને જણાવવા જઈ રહ્યા છે તે જાણીને તો આ વાત સાચી પણ લાગે. લંડનમાં રહેતી એક મહિલા સાથે જે બનાવ બન્યો તે જાણીને થથરી જવાય. આ મહિલાને તેણે પાળેલા અજગર પ્રત્યે એટલો પ્રેમ હતો કે તે દિવસ રાત તેની સાથે જ સમય પસાર કરતી હતી.
અજગર પાળવો અને તેની સાથે સૂઈ જવાની વાત પર વિશ્વાસ કરવો કદાચ તમારા માટે મુશ્કેલ બની શકે. પરંતુ આ મહિલા રોજ રાતે તેના 7 ફૂટના આ અજગર સાથે સૂઈ જતી હતી અને આ અજગર પણ તેની માલિકણને લપેટાઈને સૂઈ જતો હતો. ઘણા સમય સુધી આમ જ ચાલ્યું અને પછી અચાનક જ અજગરે ખાવા પીવાનું છોડી દીધુ. અજગરનું આ વર્તન મહિલાને પરેશાન કરવા લાગ્યું. તેને લાગ્યું કે અજગર બીમાર પડી ગયો છે. ચિંતાના કારણે તે ડોક્ટર પાસે ગઈ અને ડોક્ટરે જે કહ્યું તેજ જાણીને તેના હાજા ગગડી ગયા. ડોક્ટરે કહ્યું કે અજગરે ખાવા પીવાનું એટલા માટે છોડી દીધુ છે કારણ કે તે કોઈ અન્ય મિશન પર છે.
ડોક્ટરે મહિલાને પૂછ્યું કે શું તમે રોજ અજગર સાથે સૂઈ જાઓ છો તો મહિલાએ જવાબ આપ્યો હા. ત્યારબાદ ડોક્ટરે પૂછ્યું કે શું આ અજગર તમને વીંટળાઈને સૂઈ જાય છે અને શરીરને સ્ટ્રેચ કરે છે તો મહિલાએ ફરીથી જવાબ આપ્યો હા. આ જવાબ સાંભળીને ડોક્ટર ચોંકી ગયા અને તેમણે જણાવ્યું કે આ અજગર મહિલાને પ્રેમ કરે છે એટલા માટે વીંટળાઈને સૂઈ જાય છે એવું નથી. તે એટલા માટે આ રીતે સૂઈ જાય છે કારણ કે તે પોતાની જાતને સ્ટ્રેચ કરે છે. જેથી કરીને તેને ખબર પડી શકે કે તેની લંબાઈ એટલી થઈ કે નહીં જેથી કરીને તે મહિલાને પૂરેપૂરી ગળી શકે. ડોક્ટરની વાત સાંભળીને મહિલા તો સ્તબ્ધ જ બની ગઈ. કારણ કે તેના માટે આ વિગતો આઘાતજનક હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે