ભારતના રાજકારણમાં નફરતનો માહોલ, રોજગારમાં ચીન આપણા કરતા આગળ, અમેરિકામાં બોલ્યા રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. રવિવારે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં રાહુલ ગાંધીએ બધાને દેવતાની વ્યાખ્યા સમજાવી. વાતચીત દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, ચીનની ઉત્પાદન શક્તિ અને નફરતભરી રાજનીતિ પર વિસ્તૃત વાત કરી.
Trending Photos
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. રવિવારે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં રાહુલ ગાંધીએ બધાને દેવતાની વ્યાખ્યા સમજાવી. રાહુલે કહ્યું કે દેવતાનો અર્થ એવી વ્યક્તિ જેમની આંતરિક ભાવનાઓ બરાબર એવી જ છે જેવા તેમના બહારના વિચાર. એટલે કે તે સંપૂર્ણ રીતે પાદર્શક છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે જો કોઈ વ્યક્તિ મને તે બધુ જ બતાવે જે તે માને છે કે વિચારે છે અને તેને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે તો તે દેવતાની વ્યાખ્યા છે. વાતચીત દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, ચીનની ઉત્પાદન શક્તિ અને નફરતભરી રાજનીતિ પર વિસ્તૃત વાત કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા રાજકારણ વિશે રસપ્રદ વાત એ છે કે તમે તમારા વિચારો કેવી રીતે દબાવો છો? તમે તમારા ડર, લાલચ અને મહત્વકાંક્ષાઓને કેવી રીતે દબાવો છો અને બીજા લોકોના ડર અને મહત્વકાંક્ષાઓનું કેવી રીતે નિરીક્ષણ કરો છો...રાહુલે ભગવાન રામથી લઈને ભગવાન શિવ સુધીનો ઉલ્લેખ કર્યો અને ભારતીય રાજકારણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા.
Devta actually means a person whose internal feelings are exactly the same as his external expression, meaning he is a completely transparent being. If a person tells me everything he believes or thinks and expresses it openly, that’s the definition of a Devta.
What’s… pic.twitter.com/m3fkxuZqLX
— Congress (@INCIndia) September 8, 2024
બધા એક્સટ્રીમ છે...
રાહુલ ગાંધીએ કહ્યું કે જો તમે અમારા મહાન ઐતિહાસિક નેતાઓને જુઓ તો તમને એસ્ટ્રીમ દેખાશે. તમે બુદ્ધને જોઈ શકો છો, જે એક્સ્ટ્રીમનું પ્રતિનિધિત્વ કરે છે અને તમે ભગવાન રામ અને મહાત્મા ગાંધીને જોઈ શકો છો. મૂળ વચાર ઓળખનો વિનાશ, સ્વયંનો વિનાશ અને બીજાની વાત સાંભળવાનો છે. મારા માટે આ ભારતનું રાજકારણ છે- આ જ ભારતીય રાજકારણનું હાર્દ છે અને આ જ એક ભારતીય નેતાને પરિભાષિત કરે છે. તેમણે કહ્યું કે તમે શિવના વિચારને જાણો છો- જ્યારે તેઓ કહે છે કે શિવ સંહારક છે- તો તેઓ કોનો વિનાશ કરી રહ્યા છે? પોતાનો. આ વિચાર છે. તેઓ પોતાના અહંકાર, પોતાની સંરચના, પોતાની માન્યતાઓને નષ્ટ કરી રહ્યા છે. આથી ભારતીય રાજનીતિક વિચાર, અને કાર્ય તમામ અંદરની બાજુ જવા વિશે છે.
ભારતમાં લાખો કરોડો એકલવ્ય
રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું કે શું તમે એકલવ્યની વાર્તા સાંભળી છે? ત્યારબાદ તેમણે કહ્યું કે જો તમે સમજવા માંગતા હોવ કે ભારતમાં શું થઈ રહ્યું છે તો દરરોજ લાખો કરોડો એકલવ્યની કહાની સામે આવે છે. આવડતવાળા લોકોને બાજુ પર હડસેલવામાં આવે છે- તેમને કામ કરામાં કે સફળ થવામાં મંજૂરી અપાઈ રહી નથી. અને આ ચારેબાજુ થઈ રહ્યું છે. આવડતનું સન્માન કરવું અને તેને આર્થિક તથા ટેક્નિકલ રીતે સમર્થન આપવું એ જ એ રીત છે જેનાથી તમે ભારતની ક્ષમતાને ઉજાગર કરી શકો છો. તમે ફક્ત 1-2 ટકા વસ્તીને સશક્ત બનાવીને ભારતની શક્તિને ઉજાગર કરી શકો નહીં. આ મારા માટે રસપ્રદ નથી.
અમેરિકા અને ભારતીય નેતાઓમાં ફરક
રાહુલે અમેરિકા અને ભારતના નેતાઓ વચ્ચે ફરક પણ સમજાવ્યો. તેમણે કહ્યું કે, એક અમેરિકી નેતા કહેશે કે સાંબલો આપણે ત્યાં જવાનું છે. હું તમને વચન આપેલા દેશમાં લઈ જઈ રહ્યો છું. બીજી બાજુ એક ભારતીય નેતા પોતાને પડકારે છે. ગાંધીજીએ મૂળ રીતે પોતાને પડકાર ફેંક્યો. આ એક અલગ અવધારણા છે. કેટલાક અર્થોમાં ભારત જોડો યાત્રા મારા ઉપર એક હુમલો હતો. ચાર હજાર કિલોમીટર. જોઈએ શું થાય છે. આ વિચારવાની એક બિલકુલ અલગ રીત પેદા કરે છે અને લોકોની સાથે એક અનોખો સંબંધ બનાવે છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે અમારા બધા માટે સૌથી શક્તિશાળી ચીજ જે સ્વાભાવિક રીતે થઈ જેની અમે યોજના પણ ઘડી હતીતે હતી રાજકારણમાં પ્રેમના વિચારનો પરિચય. આ અજીબ વાત છે કારણ કે જો તમે મોટાભાગના દેશોમાં રાજનીતિક વિમર્શને જુઓ તમને પ્રેમ શબ્દ ક્યારેય નહીં મળે. તમમને ધૃણા, અન્યાય, ભ્રષ્ટાચાર આ બધા શબ્દ મળશે પરંતુ પ્રેમ શબ્દ કદાચ જ ક્યારેય મળશે. ભારત જોડો યાત્રા વાસ્તવમાં તે વિચારને ભારતીય રાજનીતિક પ્રણાલીમાં રજૂ કર્યું.
ચીનના વખાણ
રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં ચીનની ઉત્પાદન ક્ષમતાના પણ ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે પશ્ચિમમાં રોજગારની સમસ્યા છે. ભારતમાં રોજગારની સમસ્યા છે. પરંતુ દુનિયાના અનેક દેશોમાં રોજગારની સમસ્યા નથી. ચીનમાં ચોક્કસ રીતે રોજગારની સમસ્યા નથી. વિયેતનામમાં રોજગારની સમસ્યા નથી. તેનું એક કારણ છે. જો તમે 1940-50 અને 60ના દાયકામાં સંયુક્ત રાજ્ય અમેરિકાને જુઓ તો તે વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર હતું. જે કઈ પણ બનાવવામાં આવતું હતું, કાર, વોશિંગ મશીન, ટીવી, બધુ અમેરિકામાં બનતું હતું. ઉત્પાદન અમેરિકામાંથી જતું રહ્યું. તે કોરિયા ગયું, જાપાન ગયું, છેલ્લે ચીન જતું રહ્યું. જો તમે જુઓ તો ચીન વૈશ્વિક ઉત્પાદન પર હાવી છે, તો શું થયું છે? પશ્ચિમ, અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો છે અને તેમણે તેને ચીનને સોંપી દીધો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ઉત્પાદનનું કાર્ય રોજગાર પેદા કરે છે. આપણે જે કરીએ છીએ, અમેરિકા જે કરે છે, જે પશ્ચિમી કરે છે તે એ છે કે આપણે વપરાશને વ્યવસ્થિત કરીએ છે. ભારતે ઉત્પાદન કાર્ય અને ઉત્પાદનને વ્યવસ્થિત કરવા અંગે વિચારવું પડશે. આ સ્વીકાર્ય નથી કે ભારત બસ એ કહે કે ઠીક છે, વિનિર્માણ, જેને તમે વિનિર્માણ કે ઉત્પાદન કહો છો તે ચીનીઓનો વિશેષાધિકાર રહેશે. આ વિયેતનામીઓનો વિશેષાધિકાર રહેશે. તે બાંગ્લાદેશનો વિશેષાધિકાર રહેશે.
તેમણે કહ્યું કે આપણે લોકતાંત્રિક વાતાવરણમાં ઉત્પાદન કરવા પર પુર્નવિચાર કરવો પડશે. જ્યાં સુધી આપણે આવું નહીં કરીએ આપણે ઉચ્ચ સ્તરની બેરોજગારીનો સામનો કરવો પડશે અને સ્પષ્ટ રીતે તે ટકાઉ નથી. આથી તમે જોશો કે જો આપણે વિનર્માણને ભૂલેને આ રસ્તે ચાલીશુ તો તમે ભારત અને અમેરિકા અને યુરોપમાં ભારે સામાજિક સમસ્યાઓને આવતા જોઈશું. આપણી રાજનીતિનું ધ્રુવીકરણ આ જ કારણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે