Reproduction: હવે માદાઓની જરૂર નહીં, વૈજ્ઞાનિકોએ નર શુક્રાણુઓથી બનાવ્યું ઈંડુ.. તેનાથી આપ્યો ઉંદરને જન્મ
ભવિષ્યમાં બાળકને જન્મ આપવા માટે માદાઓની જરૂર નહીં પડે. કેમ કે વૈજ્ઞાનિકોએ બે નર શુક્રાણુઓથી ઈંડુ બનાવીને તેનાથી ઉંદરને જન્મ આપ્યો છે. આ ભવિષ્યમાં પ્રજનન સંબંધિત બીમારીઓને દૂર કરવા, સમલૈંગિક કપલ માટે ફાયદાકારક હશે. સાથે જ માદાઓને સામેલ કર્યા વગર જ રિપ્રોડક્શન કરી શકશે.
Trending Photos
બાળકના જન્મ માટે શું જરૂરી હોય છે? એક નર અને એક માદા. સૃષ્ટિના જીવોની મોટા ભાગની પ્રજાતિઓમાં હોય છે. નરનું સ્પર્મ અને માદાના ઈંડા મળીને ભૃણ બનાવે છે. ત્યાર બાદ કેટલાક સમય બાદ બાળકનો જન્મ થાય છે. પરંતું, વૈજ્ઞાનિકોએ એવી ટેકનિક શોધી છે, જેનાથી હવે બાળકોને જન્મ આપવા માટે માતાની જરૂર નહીં પડે.
હાલમાં જ વૈજ્ઞાનિકોએ બે નર ઉંદરના શરીરમાંથી કોશિકાઓ કાઢીને તેમાંથી ઈંડુ બનાવ્યું. ત્યાર બાદ ઉંદરના સ્પર્મ અને ઈંડાને જોડીને ઉંદરનો જન્મ કરાવવામાં આવ્યો. એટલે કે, ભવિષ્યમાં આ બાળકો માટે ફાયદાકારક હોય છે. તો કોઈ વ્યક્તિ એકલો બાળકનો ઉછેર કરવા માગતો હોય તો એ કરી શકશે. આ સિવાય સમલૈંગિકને પણ આનાથી ફાયદો થઈ શકે છે.
સાથે જ એ મહિલાઓને પણ ભવિષ્યમાં માતા બનવામાંથી આઝાદી મળશે, જેમની તબિયત તેમને ગર્ભધારણ કરવાની અનુમતિ નથી આપતી. અથવા તો એ લોકો માટે જે નપુસંકતાથી પીડિત છે. કુલ મળીને આ ટેકનિકથી પ્રજનન સંબંધિત બીમારીઓની સારવાર સરળ થઈ જશે. સેમ-સેક્સ કપલને તેમનું પોતાનું બાયોલોજિકલ બાળક મળી જશે.
માણસના બાળકનો જન્મ થવા લાગશે 10 વર્ષ
જાપાનના ક્યૂશૂ યૂનિવર્સિટીના શોધકર્તા કાત્શુહિકો હાયાશીએ જણાવ્યું કે તે અને તેમની ટીમ પહેલીવાર સ્તનધારી ઉસાઈટ્સ બનાવ્યું છે. એ પણ નર કોશિકાઓથી. કાત્શુહિકો હાયાશી સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ સ્પર્મ અને ઈંડા બનાવવા માટે પ્રસિદ્ધ છે. તેમણે આ રિપોર્ટ લંડનમાં 7 માર્ચના રોજ ઈન્ટરનેશનલ સમિટ ઑન હ્યૂમન જિનોમ એડિટિંગમાં રજૂ કર્યો હતો.
કાત્શુહિકો હાયાશીએ જણાવ્યું કે નર ઉંદરની કોશિકાઓથી અમે ઈંડુ તો બનાવી લીધું. પરંતુ નર પુરુષની કોશઇકાઓથી ઈંડુ બનાવવામાં હજુ એક દાયકાનો સમય લાગી જશે. અમે ભવિષ્યમાં લેબમાં જ પુરુષના ઈંડા બનાવી લેશું. પરંતુ મહિલાઓની કોશિકા બનાવવામાં આમાં ઘણો સમય લાગશે. અત્યારે જે ઉંદર બન્યો છે તેના બે બાપ છે. એટલે કે બે બાયોલોજિકલ પિતા. જેમણે તેને જન્મ આપ્યો છે.
પુરુષની કોશિકાઓ પર પ્રયોગ શરૂ
કાત્શુહિકો હાયાશી અને તેમની ટીમ હવે આ પ્રયોગ પુરુષની કોશિકાઓ સાથે કરવાનું શરૂ કરી દીધું છે. હાયાશી કહે છેકે ટેકનિકલ રીતે પુરુષની કોશિકાઓથી માદા એટલે કે મહિલાની મદદ વગર બાળકનો જન્મ કરાવવામાં હજુ 10 વર્ષનો સમય લાગી શકે છે. ક્લિનિકલી આને સુરક્ષિત બનાવવામાં સમય લાગશે. આ શોધ જો સફળ રહેશે તો ન માત્ર વિજ્ઞાનને ફાયદો થશે પરંતુ, સમાજને પણ ફાયદો થશે.
આ ટેકનિકથી ભવિષ્યમાં એ મહિલાઓની સારવાર પણ થશે, જે ટર્નર સિન્ડ્રોમથી પીડિત છે. એટલે કે જેના શરીરમાં X ક્રોમોસોમની એક કોપી ગાયબ હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડીન પ્રોફેસર જૉર્જ ડેલીએ કહ્યું કે, હાયાશીની ટેકનિક અદ્ભુત છે. પરંતુ લેબમાં પુરુષની કોશિકાથી ઇંડુ બનાવવું સરળ નહીં હોય. આ ઉંદરમાં સહેલું છે. કેમ કે માણસોની વિશિષ્ટ ગેમેટોજેનેસિસની પ્રક્રિયાને હજુ સુધી વૈજ્ઞાનિકો સમજી નથી શક્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે