PM શેખ હસીનાએ બાંગ્લાદેશના સૌથી મોટા મંદિરને કરોડોની જમીન ભેટમાં આપી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે ઢાકાના એક મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે.
Trending Photos
નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે ઢાકાના એક મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે. હસીનાનું આ પગલું ઈસ્લામધર્મવાળા દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અધિકારોની હિમાયતીવાળી પોતાની છબીને વધુ મજબુત કરવાની દિશામાં થઈ રહેલા પ્રયત્ન પૈકી ગણવામાં આવી રહ્યું છે.
શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના સૌથી મોટા મંદિર ઢાકેશ્વરીની મુલાકાત લીધી. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ દરમિયાન તેમણે મંદિરને લગભગ 50 કરોડ ટકા (43 કરોડ રૂપિયા)ની કિંમતની જમીન આપવાની જાહેરાત કરી. હસીનાના આ પગલાંથી 60 વર્ષ જૂની માગણી પૂરી થઈ છે. તેનાથી ઢાકાની પરંપરાને પણ સામે લાવવાની તક મળશે, ઢાકાનું નામ પણ ઢાકેશ્વરી દેવીના નામ પર છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ અલ્પસંખ્યક છે. સત્તાધારી આવામી લીગની સ્થાપનાના સમયથી જ હિંદુઓનું સમર્થન આ પાર્ટીને છે. બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ડિસેમ્બરમાં થવાની છે. છેલ્લા કેટલાક સમયથી મંદિરની કેટલીક જમીન પર પચાવી પાડવામાં આવી છે. પરંતુ હાલમાં હસીનાના નિર્દેશમાં સરકારે એક કરારની મધ્યસ્થતા કરી અને જમીનને મંદિરને સોંપવાનો નિર્ણય લીધો.
અત્રે જણાવવાનું કે વર્ષ 2017માં બાંગ્લાદેશમાં 30000થી વધુ દુર્ગાપૂજા ઉત્સવ શાંતિપૂર્વક ઉજવાયા. આ વર્ષે દુર્ગા પૂજાની ઉજવણી 31,272 સુધી પહોંચી છે. જો આ રીતે જારી રહ્યું હતું વિશ્વમાં એક ઉદારહણ સ્થપાશે કે જ્યારે કોઈ ઈસ્લામિક દેશ સંપૂર્ણ રીતે ધર્મનિરપેક્ષ, અને લોકતાંત્રિક હશે જે પાકિસ્તાનથી બિલકુલ ઉલ્ટુ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે