ગુજરાતીના લિકર શોપમાં ભુરીએ કરી ચોરી, બેગમાં બોટલ સરકાવીને છૂમંતર થઈ ગઈ
Gujaratis In America : અમેરિકામાં રહેતા ગુજરાતીઓ કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે, તેનો પુરાવો આપતો વીડિયો સામે આવ્યો છે, અમેરિકામાં બિઝનેસ કરવો સરળ નથી
Trending Photos
us gujarati store theft : વિદેશની ધરતી પર જઈને ધંધો કરે એ સાચો ગુજરાતી. અનેક ગુજરાતીઓએ વિદેશોમાં પોતાના ધંધા વિકસાવ્યા છે. અમેરિકામાં તો ગુજરાતીઓ મોટી સંખ્યામાં મોટલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આવામાં અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે છાશવારે એવા બનાવો બનતા હોય છે, જેની સમાચાર છેક ગુજરાત સુધી પહોંચે છે. આવામાં અમેરિકામાં પોતાના સ્ટોર ધરાવતા ગુજરાતીઓ સાથે લૂંટફાંટ, ચોરીના બનાવ વધુ બને છે. આવી જ એક ચોરીનો વીડિયો સામે આવ્યો છે. અમેરિકામાં એક ગુજરાતની લિકર શોપમાં થયેલી ચોરીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવતી ખુલ્લેઆમ દારૂની બોટલ ચોરી રહી છે.
11 જુલાઈએ શેફર્ડ્સવિલેમાં આવેલા એક ગુજરાતીના ત્રણ અલગ-અલગ લિકર સ્ટોરમાંથી એક ગેંગ દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરી કરનારી ત્રણ છોકરીઓ સ્ટોરમાં ઘૂસીને સ્ટાફની નજર ચૂકવી દારૂની બોટલો પોતાની બેગમાં ભરીને રવાના થઈ ગઈ હતી. જેમાંથી એક કેસમાં તો સ્ટોરના કેશ રજિસ્ટર પર બેઠેલા ક્લાર્કે દારૂની બોટલ ચોરીને જતી એક છોકરીને પકડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ પેલી ફટાફટ દરવાજો ખોલીને બહાર નીકળી ગાડીમાં બેસીને ભાગી ગઈ હતી. જ્યારે બીજા કે કેસમાં તો સ્ટોરમાંથી ચોરી થઈ છે તેની સ્ટાફને કલાકો બાદ ખબર પડી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં થતી આ પ્રકારની ચોરી કોઈ નવી વાત નથી. અમેરિકામાં લૂંટફાટ, ચોરીની ઘટનાઓ સામાન્ય છે. જેનો ભોગ ગુજરાતીઓ પણ બને છે. આવું તો અનેકવાર થતું જોવા મળે છે. પરંતુ લિકર ચોરીમાં એક યુવતી હજાર ડોલરની બોટલ છુ કરી ગઈ. માહિતી એવી છે કે, આ યુવતીની હજી સુધી ઓળખ થઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે