આ દેશમાં ફરી ખોદવામાં આવી રહી છે કબરો: કારણ જાણીને ચોંકી ઉઠશો
આફ્રીકાનાં જ્હોનિસબર્ગ શહેરમાં સમયાંતરે કબરને ખોદીને તેમાં રહેલા શબોને બહાર કાઢવામાં આવે છે
Trending Photos
નવી દિલ્હી : આપણે બધા જાણીએ છીએ કે એકવાર જે સ્થળ પર કોઇ કબર બની જાય તો ફરી ત્યાં બીજી વખત કબર નથી બનતી. પરંતુ દક્ષિણ આફ્રિકાનાં જોહનિસબર્ગમાં એવું નથી. અહીં જુની કબરને જ બીજી વખત ખોદવામાં આવી રહી છે અને તેની પાછળનું કારણ છે તે ખુબ જ ચોંકાવનારુ છે. આ શહેરમાં શબોને દફનાવવા માટે જગ્યા જ નથી. એટલા માટે અહીં દર અઠવાડીયે 50થી 60 કબરને ફરીવખત ખોદવામાં આવે છે. જેથી તેમાં એક વધારે શબને દફનાવવામાં આવી શકે.
આશરે 3 દશક પહેલા ડરબન શહેરામં પણ કંઇક એવી જ સમસ્યા પેદા થઇ ચુકી છે. ત્યાં અહીં એડ્સ અને રંગભેદનાં કારણે થયેલી હિંસામાં અનેક લોકોનાં મોત નિપજ્યા હતા. જ્હોનિસબર્ગમાં સતત વધી રહેલી જનસંખ્યાની ચિંતાનો વિષય બની ચુકી છે. તે ઉપરાંત અહીં વિદેશીઓ પણ આવીને વસતા હોવાનાં કારણે આ વિસ્તારો પર બોઝ વધી રહ્યો છે. અધિકારીઓનાં અનુસાર જો અહીં વસ્તી વધારા પર ઝડપી અંકુશ લગાવવામાં નહી આવે તો આગામી 50 વર્ષમાં અહીં શબોને દફનાવવા માટે એક ઇંચ જગ્યા પણ બચશે નહી.
દક્ષિણ આફ્રિકાનાં સિમિટ્રી (કબ્રસ્તાન) એસોસિએશનનાંચેરમેન ડેનિસ ઇંગનું કહેવું છે કે હવે લોકોને સમજવું પડશે કે શબને દફનાવવાની જગ્યા ઝડપથી પુરી થઇ જશે. એવામાં કબરોને ફરીથી ઉપયોગ કરવા અને શબોને સળગાવવાનાં વિકલ્પ અંગે વિચારવું પડશે.
જો કે આફ્રીકન સમુહમાં શબને અગ્નિસંસ્કાર કરવાની પરંપરા નથી, કારણ કે તેઓ તેને અપ્રાકૃતિક અને બિનપારંપારિક માને છે. લોકોનું માનવું છે કે એવું કરવું નરકની આગમાં સળગવા જેવું હોય છે. એવામાં અહીં શબોને સળગાવવાની મંજુરી મળવી ખુબ જ મુશ્કેલ હોઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે